શોધખોળ કરો
Advertisement
#ModionABP રામ મંદિર પર PM મોદીનું મોટું નિવેદન, કહ્યું- કાનૂની પ્રક્રિયા બાદ રામ મંદિર પર વિચાર થશે
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, રામ મંદિર પર કેંદ્ર સરકાર અધ્યાદેશ નહી લાવે. કાનૂની પ્રક્રિયા બાદ જ અધ્યાદેશ પર વિચાર થશે અને રામ મંદિર સંવિધાન મુજબ બનશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 2019ના પ્રથમ ઈન્ટરવ્યૂમાં કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ખતરો સામે હતો પરંતુ મને જવાનોની સુરક્ષાની વધારે ચિંતા હતી.
ગાંધી પરિવાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, - 4 પેઢી સુધી રાજ કરનારા આજે જામીન પર બહાર છે. પીએમ મોદીએ કહ્યું, સરકારે વર્ષ 2018માં ખૂબ મોટુ કામ કર્યું છે તે સ્વાસ્થ્યના મામલામાં દેશવાસિયોને તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં સક્ષમ થયું છે. ગરીબોને સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવી રહી છે, આયુષ્યમાન ભારતનો ફાયદો હવે 7 લાખ લોકોને મળ્યો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મોટું નિવેદન આપતા કહ્યું, 2019ની ચૂંટણી જનતા VS ગઠબંધન હશે. 2019ના પ્રથમ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું, નોટબંધી લોકો માટે ઝટકો નહોતી. લોકોને પહેલા જ તેના વિશે માહિતી આપવામાં આવી હતા. કાળાનાણા વિશે લોકોને એક વર્ષ પહેલા અલર્ટ કરવામાં આવ્યા હતા અને સરકારના આ આ પગલા ઉઠાવવા પાછળ લોકોનું હિત હતું.
પાકિસ્તાન પર નિવેદન આપતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, એક લડાઈથી નહી સુધરે પાકિસ્તાન, હજુ સમય લાગશે. RBI ગર્વનર ઉર્જિત પટેલે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હતુ. પ્રધાનમંત્રી મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક પર ખુલાસો કરતા કહ્યું, સફળતાથી વધારે જવાનોની ચિંતા હતી, ઉરી આતંકી હુમલાએ મને બેચેન કરી દિધો હતો, હું ખુબ ગુસ્સામાં હતો.
ત્રણ રાજ્યોમાં ભાજપની ચૂંટણી હાર પર મોદીએ કહ્યું કે તેલંગાણા અને મિઝોરમમાં ભાજપ સત્તામાં આવશે તેવી વાત કોઈ જ કરતું ન હતું. છત્તીસગઢમાં સ્પષ્ટ પરિણામો આવ્યાં, અમારી હાર થઈ. બાકીના બે રાજ્યોમાં હંગ એસેમ્બલી છે. 15 વર્ષની એન્ટી ઈન્કમ્બસીને લઈને અમે ચૂંટણીમાં ઉતર્યાં હતા. પરંતુ ગત દિવસોમાં હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે જીત્યાં. જમ્મુ કાશ્મીરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાયેલાં લોકો જીત્યાં. જીત અને હાર, આ એક જ માપદંડ નથી હોતો.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના દેવાં માફ કરવાના ખોટાં વાયદાઓને મેં લોલીપોપ કહ્યું હતું. ભારત સરકારે બેંકોના રૂપિયા લૂંટીને મોજ કરનારાંઓ વિરૂદ્ધ કાયદો બનાવ્યો છે. ત્રણ લાખ કરોડ રૂપિયા અમે પરત લઈને આવ્યાં છીએ. જો દેવાં માફથી ખેડૂતોના જીવનના તમામ દર્દો દૂર થાય છે તો જરૂરથી કરવું જોઈએ. 2008માં પણ ચૂંટણી જીત્યાં બાદ દેવાં માફ થયા હતા. પરંતુ શું ખેડૂતોના દુઃખ દૂર થયાં. ઉપાય એ જ છે કે બીજથી બજાર સુધી ખેડૂતોને મજબૂત બનાવવામાં આવે. ખેડૂત દેવાંદાર કેમ થાય છે, આ અંગે વિચારવાની જરૂર છે.
ખેડૂતોની ઘણાં વર્ષો સુધી માગ હતી કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય દોઢ ગણું કરવામાં આવે. અમે 21 પાકોમાં આ લાગુ કર્યું. દેવાં માફીથી કેટલાં ખેડૂતોને ફાયદો થાય છે? મોટા ભાગના ખેડૂતો શાહુકારો પાસેથી લોન લે છે, દેવાં માફીની સરકારની યોજનામાં તે નથી આવતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement