વેક્સિનમાં ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ નહીં ચલાવી શકે, મોદી સરકારે ફીક્સ કરી દીધા ભાવ, જાણો વધુ વિગત
કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન મોદીએ સોમવારના રોજ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં વેક્સિનના ભાવને લઇને તેઓએ મહત્વની જાહેરાત કરી.
કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન મોદીએ સોમવારના રોજ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં વેક્સિનના ભાવને લઇને તેઓએ મહત્વની જાહેરાત કરી. જેમાં તેઓએ જણાવ્યું કે, 'દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો ડાયરેક્ટ લઇ શકે એવી વ્યવસ્થા શરૂ રહેશે. તેમજ હવેથી પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નક્કી કરાયેલી કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકશે. આ વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ વેક્સીનની નિર્ધારિત કિંમત ઉપરાત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની દેખરેખનું કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે.
તેની દેખરેખ હેઠળનું કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે.' જેથી હવે પ્રાઇવેટ હોસ્પિટલો ઊઘાડી લૂંટ નહીં ચલાવી શકે. એટલે કે, પ્રાઇવેટ હોસ્પિટલો માટે વેક્સિનના જે ભાવ નક્કી કરાયા છે તે કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ સર્વિસ ચાર્જ માત્ર 150 રૂપિયા જ લઇ શકશે. અનેક વાર એવાં કિસ્સાઓ સામે આવ્યાં છે કે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલો વેક્સિનના નક્કી કરાયેલા ભાવ ઉપરાંત પણ ક્યારેક વધારાનો ચાર્જ લેતા હોય છે જેના પર મોદી સરકારે હવે લગામ લગાવી દીધી છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરતા તમામ દેશવાસીઓને કોરોના વેક્સિન મફત આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના 100 વર્ષમાં સૌથી મોટી મહામારી છે. તેમણે કહ્યું કે ઘણા લોકોએ આ મહામારીને કાણે પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની લડાઈ ચાલુ છે. તેમણે કહ્યું આવી ત્રાસદી વિશ્વએ ક્યારેય નથી જોય.