શોધખોળ કરો

Priya Singh Case: ‘પ્રેમીએ મારા પર કાર ચઢાવી અને મને મરવા રસ્તા પર છોડી દિધી , પ્રિયાએ સંભળાવી આપવીતી

મહારાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીના પુત્ર જેણે તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહને થાણેની એક હોટલ પાસે કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેણે તેની આપવીતી વર્ણવી છે.

Maharashtra Priya Singh Story: મહારાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીના પુત્ર જેણે તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહને થાણેની એક હોટલ પાસે કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેણે તેની આપવીતી વર્ણવી છે.

આ સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીને ન્યાયની અપીલ કરી છે. તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "મારા બોયફ્રેન્ડએ મને કારથી કચડી અને મને મરવા માટે રસ્તા પર છોડી દિધી."  કાર દ્વારા કચડીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની તસવીરો પીડિત યુવતીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

યુવતી બ્યુટિશિયન છે, આરોપીના પિતા મોટા અધિકારી છે

પીડિત યુવતીનું પૂરું નામ પ્રિયા ઉમેન્દ્ર સિંહ છે. તે બ્યુટિશિયન છે. પ્રિયાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, "મને ન્યાય જોઈએ છે... દોષિત અશ્વજીત અનિલ કુમાર ગાયકવાડ છે, જે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત પ્રબંધ નિર્દેશક  અનિલ કુમાર ગાયકવાડનો પુત્ર છે." યુવતીની આવી આપવીતી  બાદ સમગ્ર રાજ્યમાં મામલો ગરમાયો છે.

આ પોસ્ટમાં પ્રિયાએ અશ્વજીતના મિત્રો,  રોમિલ પાટીલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કે સિવાય તેના બોયફ્રેન્ડના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ શિવાનું નામ પણ આપ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે.

'મને મરવા માટે રસ્તા પર  છોડી દીધી'

પ્રિયા સિંહે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, શિવસેના-યુબીટીના આદિત્ય ઠાકરેને ઈમોશનલ કેપ્શન સાથે ટેગ કર્યા અને લખ્યું કે મારા પ્રેમીએ મારા પર કાર ચઢાવી અને મને રસ્તા પર મરવા છોડી દિધી. 

આ ઘટના મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં બની હતી

જે વિસ્તારમાં આ ઘટના બની તે મુખ્યમંત્રીનો વિસ્તાર છે. આરોપીના પિતા અનિલ કુમાર ગાયકવાડને તાજેતરમાં MSRDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમણે તેમના પુત્ર પર લાગેલા ગંભીર આરોપો અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

Priya Singh Case: ‘પ્રેમીએ મારા પર કાર ચઢાવી અને મને મરવા રસ્તા પર છોડી દિધી , પ્રિયાએ સંભળાવી આપવીતી

શું છે ઘટના ?

આ હૃદયદ્રાવક ઘટના થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારના ઓવાલા રોડ પર બની હતી. પ્રિયાને પેટ, પીઠ, હાથ અને જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રિયા સિંહે એ પણ વર્ણન કર્યું કે કેવી રીતે અશ્વજીત અને તેના મિત્રોએ તેની સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી, કેવી રીતે તેણે તેને 11 ડિસેમ્બરે સવારે 3 વાગ્યાની આસપાસ કોર્ટયાર્ડ હોટેલમાં આમંત્રણ આપ્યું. ત્યાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.

અશ્વજીતે તેને માર માર્યો અને ત્યારબાદ તેના મિત્રો રોમિલ, પ્રસાદ અને શેલ્કે પણ હુમલામાં જોડાયા. પરિસ્થિતિ વધુ વણસી અને તે એસયુવીમાંથી તેની બેગ અને મોબાઈલ લેવા ગઈ, પરંતુ યુવકે કથિત રીતે તેને ડિવાઈડર પાસે ટક્કર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. તેઓએ યુવતી પર એસયુવી ચલાવી અને અંધારામાં ઝડપથી ભાગી ગયા.

ડ્રાઈવરે જીવ બચાવ્યો

આ તમામ મામલે SUV ડ્રાઈવર શિવાએ માનવતા દાખવતા લોહીથી લથબથ પ્રિયા સિંહની મદદ માટે આવીને તેના પરિવારને પણ હુમલાની જાણ કરી હતી. બાદમાં તેણે થાણે પોલીસને આખી વાત કહી. મુખ્ય આરોપી અશ્વજીત અને તેના મિત્રોએ કથિત રીતે મહિલાને પોલીસમાં ન કહેવા  ચેતવણી આપી હતી અને એવો દાવો પણ કર્યો હતો કે તેઓ ગાયકવાડ પરિવારના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપBanaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન,  હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશેRajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget