Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ફારુક મુસાણી અને તેના સાગરિતોએ વકફ બોર્ડના નામે જૂના દાણાપીઠ વિસ્તારમાં વેપારીઓની દુકાન જબરદસ્તી ખાલી કરાવી હતી. 3 દુકાનોના તાળા તોડી સામાન પણ રસ્તા પર ફેંકી દીધો હતો. જો કે, વિવાદ વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસ દોડી આવી હતી અને ગુંડાગીરી કરનાર પાંચેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગઈકાલે ફારુક મુસાણી અને તેના સાગરિતો વકફ બોર્ડમાંથી બનાવટી હુકમો લાવ્યા હતા અને લાઈટ બિલ ન ભર્યું હોવાનું કહી 3 દુકાનોના તાળા તોડી સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. દાણાપીઠમાં આવેલી મોહનલાલ શિવજી... કલ્યાણજી ગોકળદાસ અને ભાઈચંદ ફૂલચંદની દુકાનોમાંથી સામાન બહાર ફેંકી દીધો હતો.





















