શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગોડસેને દેશભક્ત ગણાવવા પર પ્રિયંકાએ સાધ્વી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- બાપુના હત્યારા દેશભક્ત?
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગુરુવારે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેના આ નિવેદનથી ભાજપે પણ કિનારો કરી લેતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા દેશભક્ત હોઈ શકે નહીં.
નવી દિલ્હી: નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ પડકાર આપતા કહ્યું કે ભગવા પાર્ટીના રાષ્ટ્રવાદી નેતાઓ તેના પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “બાપુના હત્યારા દેશભક્ત ? હે રામ !” તેઓએ કહ્યું “પોતાના ઉમેદવારના નિવેદનથી અંતર રાખવું પર્યાપ્ત નથી. શું ભાજપના રાષ્ટ્રવાદી નેતાઓ પાસે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની હિમ્મત છે ?”
સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન, બોલી- ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે, જુઓ વીડિયો
ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞાએ ગુરુવારે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. આ નિવેદનથી ભાજપે પણ કિનારો કરી લેતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા દેશભક્ત હોઈ શકે નહીં. જો કે ભારે વિવાદ થતાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી છે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે “હવે એ સ્પષ્ટ છે કે, ભાજપવાળા ગોડસેના વંશજ ! ભાજપના નેતા ગોડસેને દેશભક્ત અને શહીદ હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે ! હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપના ડીએનએમાં છે.” સુરજેવાલાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે ગોડસેને દેશભક્ત ગણાવી દેશનું અપમાન કર્યું છે. ભારતના ગાંધીવાદી મૂળ સિદ્ધાંતોનું તિરસ્કાર કરવાનું ભાજપનું આ અપમાનજનક ષડયંત્ર છે. ઉલ્લેખનીય છે કે શહીદ હેમંત કરકરેને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાના ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રજ્ઞાએ કહ્યું હતું કે મે કરકરેને શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ આતંકીઓના હાથે માર્યા ગયા. આ નિવેદન બાદ સાધ્વીની ભારે ટીકા થઈ હતી. વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો Modilie, અર્થ પણ જણાવ્યોबापू का हत्यारा देशभक्त? हे राम!
Distancing yourself from your candidate is not enough. Nationalistic luminaries of the BJP, have the guts to spell out your stand. — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion