શોધખોળ કરો
Advertisement
યૂપી ચૂંટણી માટે કોંગ્રેસની બ્લૂપ્રિંટ તૈયાર, પ્રિયંકા ગાંધી હશે ચૂંટણી પ્રચારક તરીકે નવો ચેહરો!
નવી દિલ્હી: યૂપી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી પ્રભારી ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકાની ભૂમિકાને લઈને આઝાદે એક બ્લૂપ્રિંટ તૈયાર કરી ગાંધીને આપી હતી. જો કે પ્રિયંકાની ભૂમિકા વધારવાના પ્રસ્તાવ પર પાર્ટી વિચાર કરી રહી છે.
ગુલામ નબી આઝાદે આ બ્લૂપ્રિંટ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો પ્રવાસ કરીને અનેક પાર્ટીના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરીને તૈયાર કરી છે. આઝાદે યૂપી ઈલેક્શન ઈનચાર્જનું પદ સંભાળતા જ કહ્યું હતું કે, રાજ્યના પાર્ટી કાર્યકર્તા ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીની બહાર પણ ચૂંટણી પ્રચાર કરે.
પ્રિયંકાને મળી શકે છે આ જવાબદારીઓ..
1. સોનિયા અને રાહુલની સાથે ચૂંટણી રેલીઓની પ્રિયંકા પણ ભાગ લે.
2. અમેઠી અને રાયબરેલી સિવાય પણ પ્રિયંકા પોતે રેલી કરે અને લોકોને સંબોધિત કરે.
3. પ્રિયંકા ચૂંટણી પ્રચાર કમેટીનો ભાગ બને.
4. પ્રિયંકાને માત્ર રાયબરેલી અને અમેઠી સુધી સીમિત રાખવામાં આવે.
પાર્ટી આલાકમાન હવે આ તમામ પહેલીઓ પર વિચાર વિમર્શ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાને લઈને જલ્દીથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion