શોધખોળ કરો
પ્રિયંકાની અટકાયત બતાવે છે ઉત્તરપ્રદેશ સરકારની અસુરક્ષાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સત્તાનો મનફાવે તેમ ઉપયોગ વધતી અસરુક્ષાને ઉજાગર કરે છે.
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તે સમયે ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી જ્યારે તેઓ સોનભદ્ર જિલ્લામાં થયેલા ખૂની સંઘર્ષના પીડિતોને મળવા જઇ રહી હતી. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સત્તાનો મનફાવે તેમ ઉપયોગ વધતી અસરુક્ષાને ઉજાગર કરે છે.
નોંધનીય છે કે કોગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી શુક્રવારે સોનભદ્ર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. તે ખૂની સંઘર્ષમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળવા જઇ રહ્યા હતા. તેમને રોકી દેવામાં આવતા તેઓ સ્થાનિક નેતાઓ સાથે ધરણા પર બેસી ગયા હતા. બાદમાં અધિકારીઓ તેમને અતિથિ ગૃહ લઇ ગયા હતા. કોગ્રેસનો દાવો છે કે પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી છે. જેના પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, સોનભદ્રમાં પ્રિયંકાની ગેરકાયદેસર અટકાયત પરેશાન કરનારી છે. તે એ 10 આદિવાસીઓના પરિવારને મળવા જઇ રહી હતી જેમણે પોતાની જમીન છોડવાનો ઇનકાર કરવા પર તેમની હત્યા કરી દેવામાં આવી. તેને રોકવા માટે સત્તાનો મનફાવે તેવો ઉપયોગ કરવામાં આવ્યો. આ ભાજપ સરકારની વધતી અસુરક્ષા બતાવે છે.The illegal arrest of Priyanka in Sonbhadra, UP, is disturbing. This arbitrary application of power, to prevent her from meeting families of the 10 Adivasi farmers brutally gunned down for refusing to vacate their own land, reveals the BJP Govt’s increasing insecurity in UP. pic.twitter.com/D1rty8KJVq
— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2019
વધુ વાંચો





















