શોધખોળ કરો

Pulwama : ...તો વધુ એક હુમલાથી ધણધણી ઉઠ્યું હોત ભારત : સેનાના પૂર્વ વરિષ્ઠ અધિકારીનો સનસની ખુલાસો

રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને પોતાના પુસ્તકમાં સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, પુલવામા હુમલાના માત્ર 10 દિવસ બાદ જ આતંકીઓ બીજો મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

Pakistan Terrorist Planned Pulwama : 14 ફેબ્રુઆરી, 2019 એ દિવસ હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. આ ભિષણ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પુલવામા હુમલાના માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. ભારતીય વાયુસેનાએ આ હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં 90 કિલોમીટર ઘુસીને બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ મામલે રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને તેમના પુસ્તક 'કિતને ગાઝી આયે કિતને ગાઝી ગયે'માં આ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે. 

રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને પોતાના પુસ્તકમાં સનસની ખુલાસો કરતા કહ્યું હતું કે, પુલવામા હુમલાના માત્ર 10 દિવસ બાદ જ આતંકીઓ બીજો મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે સુરક્ષા દળોએ આ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.

પુલવામા હુમલાના 10 દિવસ બાદ મોટો હુમલો થવાનો હતો

જનરલ ધિલ્લોને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ઘણા લોકોને ખબર નથી કે આતંકીઓએ આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી. હુમલાનું આયોજન ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યું હતું. આ હુમલાખોરોએ વિસ્ફોટને અંજામ આપવા માટે વિડિયો પ્રદર્શન, વિસ્ફોટકો અને અન્ય શસ્ત્રો બનાવ્યા હતા. જ્યારે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં મોટો આતંકવાદી હુમલો થયો ત્યારે સુરક્ષા દળોને વધુ એલર્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાન એજન્સીઓને ખીણના તુરીગામમાં એક આતંકી મોડ્યુલની જાણકારી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે માહિતી મળી હતી.

સુરક્ષા દળોએ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જનરલ ધિલ્લોન લખે છે કે, ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ તત્પરતાથી કામ કરીને હુમલા પહેલા જ એન્કાઉન્ટરમાં આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં બે પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ રીતે સુરક્ષા દળોએ પુલવામા જેવા હુમલાને નિષ્ફળ બનાવ્યો.

ઉલ્લેખનીય છે કે, લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ટીની ધિલ્લોનનું પુસ્તક "કિતને ગાઝી આયે કિતને ગાઝી ગયે" શનિવારે રાજસ્થાન પોલીસ એકેડમી ઓડિટોરિયમમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જનરલ ધિલ્લોને આ પુસ્તકમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે.

Pulwama Attack: આજના દિવસે જ થયો હતો પુલવામા હુમલો, પછી ભારતે પાકિસ્તાનને આ રીતે પાઠ ભણાવ્યો હતો

આજથી ચાર વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. જો કે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પહેલા ક્યારેય થયો નથી. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો. આપણા બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપ્યો.

ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને તેના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા. આજે, આ ખાસ અવસર પર, ચાલો જાણીએ કે 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ શું થયું અને તે હુમલા પછી શું થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget