Encounter News: પુલવામામાં સેનાએ આંતકીઓને ઘેર્યા, એન્કાઉન્ટર યથાવત, સીલ કરાયો આખો વિસ્તાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શનિવારે (11 નવેમ્બર) આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું
Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શનિવારે (11 નવેમ્બર) આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. પુલવામાના પરિગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હજુ પણ યથાવત છે. આતંકવાદી ગતિવિધિની જાણ થયા બાદ સુરક્ષા દળોએ પરિગામ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ ઓપરેશન ચાલુ જ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિગામ વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. તે વિસ્તારમાં 1 થી 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. હાલમાં ત્યાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળો પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઝોને ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આતંકવાદી ગતિવિધિ અંગે ઈનપુટ મળ્યા બાદ સેના અને પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
#WATCH | J&K: Encounter underway at Parigam area of Pulwama. Police and security forces are on the job. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) November 11, 2023
(Visuals deferred by unspecified time) https://t.co/7k49FxmX0p pic.twitter.com/UdMXvh1j9X
વિસ્તારમાં જવાનોની હિલચાલ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યો ગયેલો આતંકવાદી TRAS સંગઠન સાથે સંકળાયેલો હતો.
પાકિસ્તાની એક્સપર્ટની ભારતને ખુલ્લી ધમકી, કહ્યું- 'માત્ર 15 મિનીટ માટે કાશ્મીરમાંથી આર્મી હટાવી લો, પછી જુઓ......'
એક પાડોશી દેશને બીજા પાડોશી દેશ સાથે જે રીતે સંબંધો રાખવા જોઈએ તે પ્રકારના સંબંધો ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી પછી ક્યારેય નથી જોવા મળ્યા. તેની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરનો સળગતો મુદ્દો છે. આ મુદ્દાના કારણે જ વર્ષ 1948માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. જોકે એ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું.
તાજેતરમાં જ પાકિસ્તાની મહિલા પત્રકાર આરઝૂ કાઝમીએ તેના ટૉકિંગ શૉમાં ભારતની નાઝિયા ઈલાહી ખાન અને પાકિસ્તાનના નિષ્ણાત ડૉ. ઈર્શાદ ખાન સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પાકિસ્તાનના ઈર્શાદ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને ભારતને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે જો ભારત સરકારમાં હિંમત હોય તો તે માત્ર 15 મિનિટ માટે કાશ્મીરમાંથી પોતાની સેના હટાવી લે. સેનાને હટાવ્યા પછી તમે જોશો કે જમ્મુ-કાશ્મીરમાં ચારે બાજુ પાકિસ્તાની ઝંડા કેવી રીતે લહેરાતા જોવા મળશે.
#India #Pakistan Relations #Kashmir https://t.co/IWSagCUOsn pic.twitter.com/ns2SzvbRQj
— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) November 3, 2023
પાકિસ્તાનની ભારતને ખોખલી ધમકી -
એક ટૉક શૉ દરમિયાન એક પાકિસ્તાની વિશ્લેષકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નાઝિયા ઈલાહીને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તમે (ભારત) તમારી બંદૂકધારી સેનાને માત્ર 15 મિનિટ માટે લાલ ચોકમાંથી હટાવી દો, ત્યાર બાદ કાશ્મીરના લોકો નારા લગાવશે કે કાશ્મીર પાકિસ્તાન બનશે.. જો આમ ન થાય તો હું માફી માંગીશ. ભારતે કાશ્મીર પર અત્યાચાર બંધ કરવો જોઈએ.
અત્યાચાર બંધ થશે તો કાશ્મીર પાકિસ્તાન બની જશે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની કાશ્મીરને લઈને આવી વાહિયાત વાત કરી હોય. આ પહેલા પણ પાકિસ્તાનના કેટલાય નેતાઓ કાશ્મીરને લઈને ભારતને ધમકી આપી ચૂક્યા છે.
ભારતનો આંતરિક મુદ્દો -
તમને જણાવી દઈએ કે જ્યારે ઓગસ્ટ 2019માં ભારતે કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી ત્યારે પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. તેણે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે બિનજરૂરી નિવેદનો શરૂ થયા. જોકે, આના પર ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ અમારો આંતરિક મામલો છે અને આ અંગે કંઈ ન બોલવું.