શોધખોળ કરો

મુખ્યમંત્રી પદના શપથ પહેલા કાલે સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપશે ભગવંત માન, દિલ્હી જવા રવાના

પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન રવિવારે રાત્રે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ સોમવારે સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપશે. ભગવંત માન 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ચંદીગઢ:  પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant mann) રવિવારે રાત્રે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ સોમવારે સંસદ સભ્યના પદ પરથી રાજીનામું આપશે. ભગવંત માન 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા રવિવારે તેમણે અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) સાથે અમૃતસરમાં રોડ શો કર્યો હતો અને બહુમતી આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. ભગવંત માન શહીદ ભગત સિંહના ગામ જઈને મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં પંજાબ(Panjab)ની સંગરુર સીટ પરથી સાંસદની ચૂંટણી જીત્યા હતા. સીએમ બનતા પહેલા તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપવું પડશે.

અગાઉ ચૂંટણી પરિણામો બાદ ભગવંત માનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)એ તેમને રાજ્યમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો હતો અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને 92 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને અકાલી દળના તમામ દિગ્ગજોને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ અગાઉ, ભગવંત માન શનિવારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલને મળ્યા બાદ તેમણે ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો, જેને રાજ્યપાલે સ્વીકારી લીધો છે. ભગવંત માને કહ્યું, "અમારો પ્રયાસ રહેશે કે લોકોના કામ તેમના ઘરે થાય. જ્યારે અમે વોટ માંગવા તેમના ઘરે જઈએ છીએ, તો પછી અમે તેમને ચંદીગઢ કેમ બોલાવીએ છીએ. પંજાબ સરકાર લોકોના ઘર સુધી પહોંચશે."

ભગવંત માને ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભગવંત માને  કહ્યું હતું કે દિલ્હીના ગવર્નન્સ મોડલને પંજાબમાં લાગુ કરવું પડશે. આમ આદમી પાર્ટીની સરકાર સામાન્ય લોકોમાંથી ચાલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget