શોધખોળ કરો

Punjab Internet Ban: પંજાબ સરકારનો મોટો નિર્ણય, લોકોની સુરક્ષા માટે 20 માર્ચ સુધી બંધ રહેશે ઇન્ટરનેટ સેવા

વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસનું એક્શન ચાલુ છે. કોઇપણ સમયે અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી શકે છે

Punjab News: વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસનું એક્શન ચાલુ છે. કોઇપણ સમયે અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં જે ઇન્ટરનેટ સેવા પહેલા રવિવારે બપોરે 12 વાગ્યા સુધી બંધ કરવામાં આવી હતી, તેને હવે 20 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે હવે કાલ સુધી પંજાબમાં ઇન્ટરનેટ બંધ રહેવાનું છે. પંજાબ સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં બેસેલા ખાલિસ્તાની સમર્થક સોશ્યલ મીડિયા પર અફવાઓ ફેલાવીને અમૃતપાલ સિંહની મદદ કરી રહ્યાં છે. પોલીસને આનાથી તોફાનો ફાટી નીકળવાની આશંકા છે. આ કારણે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે. 

Amritpal Singh Arrest Operation: પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકો સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા છે અફવા, કેન્દ્રએ એલર્ટ કર્યું જારી

Amritpal Singh News: વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસની કાર્યવાહી ચાલુ છે. તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર પંજાબમાં પોલીસ પ્રશાસનને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી રહેલી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે. નકલી આઈડી સાથે, પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આવી પોસ્ટ દ્વારા પંજાબના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પંજાબ સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે અમૃતપાલ સિંહની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. હાલ રાજ્યમાં સ્થિતિ સામાન્ય છે.

ઈન્ટરનેટ અને સરકારી બસ સેવા બંધ - 
જ્યારે પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ અંગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો બીજી તરફ શનિવારે સાંજથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પંજાબની સરકારી બસ સેવાઓ પણ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સરકારના આદેશ મુજબ સોમવાર અને મંગળવારે પનબસની એકપણ બસ દોડશે નહીં. અમૃતપાલના સમર્થકો દ્વારા તોડફોડની આશંકાને જોતા બસોને રોકી દેવામાં આવી છે.

શાહને મળ્યા બાદ મેન એક્શનમાં
કેન્દ્રીય એજન્સીઓ અને વિપક્ષી પાર્ટીઓ પંજાબ સરકાર પર અજનલા હિંસાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે પંજાબની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા, ત્યારબાદ પંજાબ સરકાર દ્વારા અમૃતપાલ પર કાર્યવાહીની સંભાવના સતત વ્યક્ત કરવામાં આવી રહી છે. આખરે, શનિવારે વ્યૂહરચનાના ભાગરૂપે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવાની તૈયારી કરી છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર ઘટનાને લઈને પંજાબ સરકાર સાથે સતત સંપર્કમાં છે.

Amritpal Singh : આખા પંજાબને માથે લેનાર અમૃતપાલ સિંહ આખરે છે કોણ?

Waris Punjab De Amritpal Singh: અમૃતપાલ સિંહ 'વારિસ પંજાબ દે'નો વડો છે. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ 2001માં કરી હતી. અમૃતપાલ સિંહનો જન્મ 1993માં પંજાબના અમૃતસરના ખેડા ગામમાં થયો હતો. અભિનેતા દીપ સિદ્ધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાના સર્વેયર બન્યો હતો. અમૃતપાલ સિંહ ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પોતાને શીખ સમુદાયના નેતા ગણાવતો આવ્યો છે. અમૃતપાલ સિંહે એઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.

ખાલિસ્તાની સમર્થકને ગણાવે છે પોતાના ગુરુ

ઉલ્લેખનીય છે કે, અભિનેતા દીપ સિંધુનું નામ ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેના પર હિંસક પ્રદર્શનનો આરોપ લાગ્યો હતો. અમૃતપાલ સિંહ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. વારિસ પંજાબ દેના સમર્થકોએ ભૂતકાળમાં તેના સમર્થકની ધરપકડ પર જે હિંસક વિરોધ કર્યો હતો તે કોઈનાથી છુપાયેલો નથી. તેમના સમર્થકોએ તલવારો અને લાકડીઓ સાથે પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.

અમૃતપાલ સિંહ યુવાનોને પોતાની સાથે જોડવા માટે વિવિધ નિવેદનો આપી રહ્યો છે. તેણે વચન આપ્યું હતું કે, તે પંજાબના યુવાનોને ડ્રગ્સથી મુક્તિ અપાવશે. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક જરનૈલ સિંહ ભિંડરાવાલેને પોતાના ગુરુ ગણાવે છે. જરનૈલ સિંહ ભિંડરાવાલે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યો ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Asaram Medical Checkup: અમદાવાદ સિવિલ ખાતે કરાયું આસારામનું મેડિકલ ચેકઅપલ, જુઓ અહેવાલ
Arvalli News : બાયડમાં ડીજે વગાડવા મામલે 2 ડીજે સંચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Vadodara News : કરજણના તળાવમાં ડૂબ્યો 35 વર્ષીય યુવક, શોધખોળ ચાલું
Somnath Corridor : સોમનાથ કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીએ પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે કરી બેઠક
Rajkot Game Zone: રાજકોટમાં કે.કે.વી બ્રિજ નીચેનું ગેમઝોન શોભાના ગાંઠીયા સમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
Embed widget