શોધખોળ કરો
દેશના આ રાજ્યમાં કોંગ્રેસની સરકારે શિક્ષકોને દારૂના સપ્લાય પર નજર રાખવાની ડ્યુટી સોંપતાં વિવાદ, જાણો વિગત
જિલ્લા વહીવટીતંત્રએ દારુની સપ્લાય પર નજર રાખવાની કામગીરી શાળાના શિક્ષકોને સોંપાતા ભારે વિવાદ સર્જાયો હતો.

ચંદીગઢ: કોરોના વાયરસના ખતરના કારણે વધી રહેલી આર્થિક મંદીને જોતાં પંજાબમાં દારુની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેની વચ્ચે ગુરદાસપુર જિલ્લા વહીવટીતંત્રએ દારુની સપ્લાય પર નજર રાખવાની કામગીરી શાળાના 24 શિક્ષકોને સોંપાતા ભારે વિવાદ સર્જાયો હતો. વિપક્ષે પંજાબ સરકારની આકરી ટીકા કરી હતી. ગુરદાસપુરના ડેપ્યુટી કમિશનરની કચેરીએ જારી કરેલા આદેસ મુજબ, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને દારુના પુરવઠા પર નજર રાખવા માટે 24 શિક્ષકોને દારુની ફેક્ટરીમાં તૈનાત કરવાના હતા. જો કે, આદેશ પર વિપક્ષ પાર્ટીઓ અને શિક્ષક સંઘે ભારે આલોચના કરી હતી. વિપક્ષી દળ શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટીએ જિલ્લા પ્રશાસનના આ પગલાને શરમનજક ગણાવ્યું હતું. ભારે વિવાદ વધતા આદેશ પરત લેવામાં આવ્યા હતો. જિલ્લા શિક્ષણ અધિકારી(માધ્યમિક) હરદીપ સિંહે જણાવ્યું હતું કે, બુધવારે જાહેર કરેલો આદેશ પરત લેવામાં આવ્યો છે. AAP ધારાસભ્ય અમન અરોડાએ ટ્વિટ કરીને કહ્યું કે, “ખુબ જ શરમનજક ! નાકા, માર્કેટ બાદ શિક્ષકોને દારુની સપ્લાય પર નજર રાખવા માટે ભઠ્ઠીઓ પર તૈનાત કરીને કેપ્ટન અમરિન્દર સિંહ સરકારની રાષ્ટ્ર નિર્માતાઓ પ્રત્યે માનસિકતા પ્રદર્શિત થાય છે.”
વધુ વાંચો



















