શોધખોળ કરો

Punjab New CM: પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે લગભગ નક્કી સુખજિંદર રંધાવા કોણ છે ? જાણો

Punjab Politics: 62 વર્ષીય રંધાવા ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. અમરિંદર સિંહ કેબિનેટમાં તેઓ જેલ અને કોર્પોરેશન મંત્રી હતા. તેના પિતા સંતોખ સિંહ બે વખત પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે.

નવી દિલ્હીઃ પંજાબના મંત્રી સુખજિંદર સિંહ રંધાવા રાજ્યના આગામી મુખ્યમંત્રી બની શકે છે. ગઈકાલે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપ્યા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી કોણ તેની સતત ચર્ચા થઈ રહી છે.

કોણ છે સુખજિંદર રંધાવા

62 વર્ષીય રંધાવા ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે. અમરિંદર સિંહ કેબિનેટમાં તેઓ જેલ અને કોર્પોરેશન મંત્રી હતા. ગુરદાસપુરના રહેવાસી રંધાવા પંજાબ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેના પિતા સંતોખ સિંહ બે વખત પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે.

ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ

સુખજિંદર સિંહ રંધાવાનો ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ છે. ગાંધી પરિવારની નજીક હોવાના કારણે તેમને પંજાબની કમાન મળવાનું લગભગ નક્કી છે. હાલ તેઓ ડેરા બાબા નાનક સિંહથી ધારાસભ્ય છે. તૃપ્ત રાજિંદર બાજવા, સુખજિંદર રંધાવા અને સુખબિંદર સરકારિયા જેવા નેતાને એક સાથે માઝા એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે  છે.

આ નામો પણ ચર્ચામાં

દિલ્હીમાં ગઈકાલે મોડી રાત સુધી રાહુલ ગાંધીના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી (સંગઠન) કેસી વેણુગોપાલ અને અંબિકા સોની ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સિદ્ધુ ઉપરાંત, કોંગ્રેસ પંજાબ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, ભૂતપૂર્વ મંત્રીઓ સુખજિંદર સિંહ રંધાવા, ત્રિપત રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાનાં નામ મોખરે છે. જોકે સુનીલ જાખડના નામ સામે ઘણા ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. આ નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અંબિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત સિંહ નાગરા વગેરેના નામો પણ ચર્ચામાં છે.

રાજીનામું આપ્યા બાદ શું બોલ્યા અમરિંદર

કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, 'સોનિયા ગાંધીએ તેમને સવારે ફોન કર્યો હતો તે સમયે તેઓ હાજર નહોતા. પાછા આવ્યા બાદ તેમનો મિસ્ડ કોલ જોઈને મેં કોલબેક આપ્યો હતો અને મેડમ આ સીએલપીનું શું ચાલી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. આવામાં હું રાજીનામુ આપી દઈશ. મને લાગી રહ્યું છે કે મારે રાજીનામુ આપી દેવું જોઈએ. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓકે, તમે રાજીનામુ આપી શકો છો. મેં કહ્યું ઠીક છે, હું રાજીનામુ આપી દઈશ. ત્યાર બાદ તેમણે કહ્યું સોરી અમરિંદર. મેં તેમને કહ્યું કે, ધેટ્સ ફાઈન, ધેટ્સ ઓકે.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget