શોધખોળ કરો
કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોને મળ્યો પંજાબના CMનો સાથ, કહ્યુ-દિલ્હીમાં કરો વિરોધ
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કૃષિ સંબંધિત બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવશે

નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના કૃષિ સંબંધિત બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવશે પરંતુ તેમણે ખેડૂતોને રસ્તા બ્લોક ન કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, સીઆરપીસીની કલમ 144ના ભંગ કરવાને લઇને કોઇ કેસ દાખલ કરાશે નહીં કારણ કે તેઓ પોતાના જીવન માટે લડી રહ્યા છે. કોરોનાના કારણે આખા પંજાબમાં આ કલમ લાગુ છે જે હેઠળ ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને પોતાનું વિરોધ પ્રદર્શન દિલ્હીમાં જઇને કરવાની અપીલ કરી છે અને આશ્વાસન આપ્યું હતું કે, કોગ્રેસ આ લડાઇમાં તેમની સાથે છે. કલમ 144ના ભંગ બદલ ખેડૂતો વિરુદ્ધ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રદેશ કોગ્રેસ અને તેમની સરકાર ખેડૂતોની સાથે છે. કારણ કે કેન્દ્ર સરકારના આ કાયદાઓ પંજાબ અને તેમની ખેતીને તબાહ કરી દેશે જે રાજ્યની અર્થવ્યવસ્થાથી કરોડરજ્જુ છે.
વધુ વાંચો





















