(Source: Poll of Polls)
ભારત અને રશિયા વચ્ચે મોટો કરાર, ભારતને એરપોર્ટ માટે લેન્ડિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રૂમેન્ટ આપશે રશિયા
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયાએ દેશને 24 અલગ અલગ એરપોર્ટના આધુનિકીકરણ માટે આ લેન્ડિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રૂમેન્ટ માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ.
India Russia Sign Contract: યૂક્રેન યુદ્ધ (Ukraine War) શરૂ થયા બાદ પહેલાવીર ભારત (India) અને રશિયા (Russia) એ એક મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના એરપોર્ટ (Airport) માટે રશિયાની એક મોટી કંપની લેન્ડિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રૂમેન્ટ આપશે. આને લઇને એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયાન(AAI) અને રસિયાની કંપની વચ્ચે હસ્તાક્ષર થયા છે. દિલ્હી સ્થિત રશિયાના દૂતાવાસે અધિકારિક નિવેદન આપીને રશિયાન કંપની, સાયન્ટેફિક એન્ડ પ્રૉડક્શન કૉર્પોરેશન-રેડિયો ટેકનિકલ સિસ્ટમ (NPO-RTS)ને ભારત સાથે જે કરાર થયો છે તે પ્રમાણે, આઇએલએસ-734 લેન્ડિંગ સિસ્ટમના 34 સેટ ભારતના એરપોર્ટ્સ માટે આપવામાં આવશે.
આ 34 રેડિયો સેટ્સ ભારતના 24 અલગ અલગ એરપોર્ટ પર લગાવવામાં આવશે. દૂતાવાસ પ્રમાણે, આ વર્ષે નવેમ્બર મહિનામાં આ ઇક્વપમેન્ટ ભારતને મળવાના શરૂ થઇ જશે. આ કરારની લેવડદેવડ માટે રાષ્ટ્રીય મુદ્રાઓ એટલે કે રૂપિયા અને રૂબલનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયાએ દેશને 24 અલગ અલગ એરપોર્ટના આધુનિકીકરણ માટે આ લેન્ડિંગ સિસ્ટમ ઇન્સ્ટ્રૂમેન્ટ માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ. જેમાં દુનિયાભરમાં રેડિયો સેટ્સ બનાવનારી મોટી ગ્લૉબલ કંપનીઓએ ભાગ લીધો હતો, પરંતુ આ ટેન્ડર રશિયાન કંપનીના હાથમાં આવ્યુ છે.
આ પણ વાંચો......
અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત
Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ