શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ
Education News : ખાનગી શાળાઓ હવેથી વિધાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ નહીં કરી શકે.
Gandhinagar : વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu vaghani)એ મોટી જાહેરાત કરી છે. બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે વિધાર્થીઓ તેમજ વાલીઓના હીતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ હવેથી વિધાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ નહીં કરી શકે.
અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે 10000 થી 25000 સુધી ના દંડની શિક્ષણ વિભાગે જોગવાઈ કરી છે. 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરનારી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને વાલીઓને અપીલ કરી કે જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણાધિકારીનો સંપર્ક કરી શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા આગળ આવવું.
હવે શાળાઓની મનમાની નહીં ચાલે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે રાજ્યમાં ક્હાનજી શાળાઓની મનમાની નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે એવી ઘણીં શાળાઓ છે, જેના અંગે વાલીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આવી સ્કૂલ સામે ફરિયાદો ઉઠી હતી કે આ શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી હતી. પણ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની નહીં ચાલે.
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
અમરેલી શહેર અને જિલ્લામાં પડ્યો વરસાદ
આજે 10 જૂને અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમરેલી શહેર તેમજ વડેરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા. વરસાદ ને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે. કુંકાવાવ અમરેલી વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. અમરાપુર,મોટા આંકડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. મોટા આકડીયામાં ધોધમાર વરસાદ પડ્યો. અહીં ભારે પવન અને મોટા છાંટા સાથે વરસાદ પડ્યો. આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી થતા લાઈટો ચાલુ રાખવી પડી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. લાઠીના કેરાળા અને દુઘાળા ગામમાં પવન સાથે વરસાદ પડ્યો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ.વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ.
અમરેલીના બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. બાબરામાં સવારથી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે બોપર બાદ વરસાદનું આગમન થયું. કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતા લોકોએ ગરમીથી રાહત મેળવી.
Education Loan Information:
Calculate Education Loan EMI