શોધખોળ કરો
Advertisement
રાફેલ વિવાદ પર વડાપ્રધાનના સમર્થનમાં શરદ પવાર, કહ્યું-મોદીની નિયત પર શંકા નહીં
નવી દિલ્હી: રાફેલ વિવાદને લઈને કૉંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ સરકાર પર જોરદાર પ્રહાર કરી રહી છે. ત્યારે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન નરેનદ્ર મોદીની નિયત પર કોઈએ શંકા નહીં કરવી જોઈએ. પૂર્વ રક્ષામંત્રી શરદ પવારે કહ્યું કે વિપક્ષની રાફેલ ડીલની તકનીકી જાણકારી જાહેર કરવાની માંગ અર્થહીન છે. તેનો કોઈ મતલબ નથી. જો કે તેમણે કહ્યું કે સરકાર એરક્રાફ્ટની કિંમતનો ખુલાસો કરવો જોઈએ.
એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શરદ પવારે કહ્યું કે મને લાગે છે કે લોકોને વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીના ઉદ્દેશ્ય પર શંકા છે. તેમણે એ પણ કહ્યું કે, જે રીતે રક્ષામંત્રી નિર્મળા સીતારમણે સરકારનો પક્ષ લીધો છે. તેનાથી લોકોના મનમાં સરકાર પ્રત્યે અવઢવ જ પેદા થઈ ગયો છે. હવે રક્ષા મંત્રીની જગ્યાએ નાણામંત્રી અરુણ જેટલી સામે આવીને આ મુદ્દા પર સ્પષ્ટ રીતે બોલતા જોઈ શકાય છે.
શરદ પવારના નિવેદન બાદ અમિત શાહે કહ્યું કે દિગ્ગજ નેતા શરદ પવારને હું ધન્યવાદ કરું છું કે તેમણે પાર્ટીની રાજનીતિની ઉપર ઉઠીને રાષ્ટ્ર હિતને સર્વપરી રાખ્યું છે અને સાચું કહ્યું છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી પોતાના સહયોગી પવાર સાહેબ જેવા મહાન વ્યક્તિ પર ભરોસો કરશે તો વધુ સમજદાર હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement