Raghav Chadha : પરિણીતી પુછતા જ શરમથી પાણી પાણી થઈ ગયા રાઘવ ચઢ્ઢા- કહ્યું કે...
આજકાલ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેમના સંબંધોના સમાચારોને કારણે ચર્ચામાં છે.
Raghav Chadha breaks silence: આજકાલ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેમના સંબંધોના સમાચારોને કારણે ચર્ચામાં છે. બંનેની સગાઈની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાઘવ ચઢ્ઢાના નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
રાઘવ ચઢ્ઢાએ તોડ્યું મૌન અને...
હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા વિશે વાત કરી હતી. હવે આ સવાલ પર રાઘવ ચઢ્ઢાએ આપેલો જવાબ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
શરમાતા શરમાતા ચઢ્ઢાએ કહ્યું કે...
પરિણીતી વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ પહેલા તો હળવું સ્મિત કર્યું હતું અને ત્યાર બાદ શરમાતા શરમાતા કહ્યું હતું કે, ભવિષ્યમાં સેલિબ્રેટ કરવાની ઘણી તકો મળશે. એક જાણીતી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં વાત કરતા રાઘવે કહ્યું હતું કે, હાલ તો તેઓ AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળે તેની ઉજવણી કરવા માંગશે.
સગાઈને લઈને અફવા
જ્યારે એનડીટીવીએ રાઘવ અને પરિણીતીની સગાઈ વિશે પૂછ્યું તો રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, તે આ વિશે બીજા ઈન્ટરવ્યુમાં વાત કરશે. જાહેર છે કે, ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સગાઈ કરવા જઈ રહ્યા છે.
રાઘવ-પરિણીતી ચડ્યા ચર્ચાના ચકડોળે
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લાંબા સમયથી પોતાના સંબંધોના સમાચારોને કારણે ચર્ચામાં છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તાજેતરમાં રાઘવ ચઢ્ઢાએ અલગ-અલગ શહેરોમાં રેલીઓને સંબોધિત કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરાને પણ આ વીડિયો લાઈક કર્યો છે.
બંને લાંબા સમયથી મિત્રો
જો રિપોર્ટ્સનું માનીએ તો રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે ભણ્યા છે અને લાંબા સમયથી મિત્રો છે. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે.