Rahul Gandhi એ ચીનથી આયાતને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું- 'જુમલા ફોર ઇન્ડિયા, જોબ્સ ફોર ચાઈના'
મોદી સરકારનું બજેટ રજૂ થયું ત્યારથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
મોદી સરકારનું બજેટ રજૂ થયું ત્યારથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે પણ રાહુલ ગાંધીએ ચીનને ટાંકીને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ટ્વિટર પર 'જુમલા ફોર ઇન્ડિયા, જોબ્સ ફોર ચાઈના' લખીને સરકાર પર કટાક્ષ કર્યો.
મોદી સરકારે સંગઠિત ક્ષેત્રનો નાશ કર્યો - રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાના ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચીનથી આયાતને લઈને કેટલાક આંકડા આપવામાં આવ્યા છે, સાથે જ સંસદમાં રાહુલ ગાંધીના ભાષણની ક્લિપ પણ આપવામાં આવી છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, "જુમલા ફોર ઇન્ડિયા, જોબ્સ ફોર ચાઈના... મોદી સરકારે સંગઠિત ક્ષેત્ર અને MSMEનો નાશ કર્યો છે, જે મહત્તમ નોકરીઓનું સર્જન કરે છે. પરિણામ - મેક ઈન ઈન્ડિયા હવે બાય ફ્રોમ ચાઈના થઈ ગયું છે. "
JUMLA for India
JOBS for China!
Modi Government has destroyed the Unorganised Sector and MSMEs that create the most jobs.
Result: 'Make In India' is now 'Buy from China' pic.twitter.com/nZRUsYxgkP — Rahul Gandhi (@RahulGandhi) February 4, 2022
2021માં ચીનમાંથી રેકોર્ડ આયાત
રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં યુપીએ સરકાર અને એનડીએ સરકારના આંકડા આપવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે 2014થી ચીનમાંથી આયાત ઝડપથી વધી રહી છે. વર્ષ 2021માં ચીનથી આયાતમાં 46 ટકાનો રેકોર્ડ વધારો થયો છે. જે બાદ ભારતમાં બેરોજગારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પછી સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ શરૂ થાય છે, જેમાં તેઓ બેરોજગારીનો ઉલ્લેખ કરી રહ્યા છે.