શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ 1450000000000 રૂપિયાનો ઉલ્લેખ કરીને કહ્યું - ‘..કારણ કે આ સૂટ બૂટની સરકાર’
વિપક્ષ પાર્ટીઓ મોદી સરકાર પર મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવાનો આરોપ લગાવી રહી છે. રાહુલ ગાંધી આર્થિક મોર્ચા પર સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,1450000000000 રૂપિયાની ટેક્સમાં છૂટનો ફાયદો મોટા વ્યવસાયોને આપવામાં આવ્યો છે પરંતુ મધ્યમ વર્ગની લોન પર વ્યાજ-માફી સુધ્ધા આપવામાં આવી નથી કે, કારણ કે, આ સૂટ બૂટની સરકાર છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “RBIએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે, જેની હું મહિનાઓથી ચેતવણી આપી રહ્યો છું. જરૂરી છે કે, સરકાર ખર્ચો વધારે, ઉધાર નહીં ગરીબોને પૈસા આપે, ના કે ઉદ્યોગપતિઓને ટેક્સ-ઘટાડા વપરાશ સાથે અર્થવ્યવસ્થાને ફરી શરુ કરે. મીડિયા દ્વારા ધ્યાન ભટકાવવાથી ગરીબોની મદદ નહીં થાય, ના તો આર્થિક સંકટનો ઉકેલ આવશે.”
ઉલ્લેખનીય છે કે, મોરેટોરિયમ અવધિ દરમિયાન ટાળવામાં આવેલી EMI પર વ્યાજ ન લેવાની માંગનો નિર્ણય ન લેવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સરકાર અને રિઝર્વ બેન્કને ફટકાર લગાવી છે. 31 ઓગસ્ટે મોરેટોરિયમ અવધિ સમાપ્ત થઈ રહી છે.
વિપક્ષ પાર્ટીઓ મોદી સરકાર પર મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવાનો આરોપ લગાવી રહી છે. રાહુલ ગાંધી આર્થિક મોર્ચા પર સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement