શોધખોળ કરો
Advertisement
વિકાસ દુબે એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું - 'કઇ જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી'
આજે કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ સાથે અથડામણમાં ઠાર મરાયો હતો. પોલીસે આજે સવારે જ તેનું એન્કાઉન્ટર કર્યું. પોલીસના એન્કાઉન્ટર પર ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
નવી દિલ્હી: આજે કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ સાથે અથડામણમાં ઠાર મરાયો હતો. પોલીસે આજે સવારે જ તેનું એન્કાઉન્ટર કર્યું. પોલીસના એન્કાઉન્ટર પર ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. તેની વચ્ચે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક એવું ટ્વિટ કર્યું જે આ તરફ ઈશારો કરી રહ્યું છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ઈશારા-ઈશારામાં નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું, 'હજારો જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી, ન જાને કિતને સવાલો કી આબરૂ રખ લી.'
અહીં જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ક્યાય પણ એન્કાઉન્ટરનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમનો સંકેત વિકાસ દુબે એન્કાઉન્ટરથી જ છે.
ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે ઉત્તરપ્રદેશમાં કાનપુર પોલીસના એડીજી પ્રશાંત કુમારે પત્રકાર પરિષદ કરી. તેમણે વિકાસ દુબેના એન્કાઉન્ટરની સમગ્ર ઘટના જણાવી. તેમણે કહ્યું, પહેલા વિકાસ દુબેને સરેન્ડર કહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે પોલીસવાળાને જીવથી મારવાની નિયત સાથે ફાયરિંગ કર્યું. ત્યારબાદ બચાવમાં પોલીસે તેના પર ગોળી ચલાવી.
એડીજી પ્રશાંત કુમારે કહ્યું મધ્યપ્રદેશ પોલીસ દ્વારા વિકાસ દુબેની ધરપકડ કર્યા બાદ ઉત્તરપ્રદેશ એસટીએફ પોલીસ તેને કાનપુર લાવી રહી હતી. કાનપુર પહોંચ્યા પહેલા પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ પલટી ગઈ હતી. બે પોલીસકર્મી ઘાયલ થયા. આ દરમિયાન વિકાસ દુબેએ ઈજાગ્રસ્ત પોલીસવાળાની પિસ્તોલ લઈને ભાગવાની કોશિશ કરી હતી. પોલીસની ટીમ તેની ઘેરી આત્મસમપર્ણ કરવાનું કહ્યું હતું. પરંતુ તે ન માન્યો અને જાનથી મારવાની નિયત સાથે પોલીસ પર ફાયરિંગ કરવા લાગ્યો. ત્યારબાદ પોલીસે આત્મરક્ષા માટે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં ચાર પોલસકર્મચારી ઘાયલ થયા હતા, એસટીએફના બે કર્માચારી ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement