શોધખોળ કરો
Advertisement
‘મેક ઇન્ડિયા’ પર રાહુલ ગાંધીએ કસ્યો તંજ, પિયુષ ગોયલે આપ્યો વળતો જવાબ
નવી દિલ્હીઃ ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં ટ્રાયલ દરમિયાન આવેલી ટેકનિકલ ખામી પર કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું જેના પર રેલવે મંત્રી પિયુષ ગોયલે વળતો પ્રહાર કર્યો છે. પિયુષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધી આમ કરીને ટ્રેન બનાવનામાં મહેનત કરનારા ભારતીયોને નિશાન પર લઇ રહ્યા છે અને તેમને એમ કરતા શરમ આવવી જોઇએ. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને વંદે માતરમ ટ્રેન અને મેક ઇન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું.
રાહુલના નિવેદન પર વળતો પ્રહાર કરતા પિયુષ ગોયલે શરમની વાત છે કે તમે ભારતીય એન્જિનિયરો, ટેકનિશયન અને મજૂરોની મહેનત અને પ્રતિભાને નિશાન બનાવી રહ્યા છો. આપણે આ વિચારને રીસેટ કરવાની જરૂર છે. મેક ઇન ઇન્ડિયા સફળ છે અને આ કરોડો ભારતીયોની લાઇફનો હિસ્સો છે. તમારા પરિવારને એ સમજવામાં 60 વર્ષ લાગી ગયા શું આ પુરતું નથી. આ અગાઉ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, મોદીજી હું વિચારું છું કે મેક ઇન ઇન્ડિયા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મોટાભાગના લોકોનું માનવુ છે કે આ નિષ્ફળ થઇ ચૂક્યું છે. હું મને વિશ્વાસ અપાવું છું કે અમે કોગ્રેસના લોકો પણ વિચારી રહ્યા છીએ કે આવું કેવી રીતે કરી શકાય છે ભારતની પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે માતરમ એક્સપ્રેસમાં વારાણસીથી દિલ્હી પાછા ફરતા સમયે શનિવારે કેટલીક ટેકનિક ખામીઓ સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સવાર છ વાગ્યે ઉત્તરપ્રદેશમાં ટૂંડલા જંક્શનથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવી હતી. રેલવેએ કહ્યું કે, કોઇ ઢોર આવવાના કારણે ટ્રેનના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા.Such a shame that you choose to attack the hard work and ingenuity of Indian engineers, technicians and labourers. It is THIS mindset which needs a reset. ‘Make In India’ is a success and a part of crores of Indian lives. Your family had 6 decades to think, wasn’t that enough? https://t.co/ebto2kTzst
— Piyush Goyal (@PiyushGoyal) February 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion