શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ ગાંધીએ શ્રમિકો પાસેથી ભાડું વસૂલવાને લઈ રેલવે પર સાધ્યુ નિશાન, કહી આ મોટી વાત, જાણો વિગતે
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય રાજ્યોમાંથી વતન પરત ફરી રહેલા શ્રમિકો પાસેથી ભાડું વસૂલવાને લઈ રેલવે પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કર્યુ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, "રેલવે એકબાજુ પીએમ કેયર્સ ફંડમાં 151 કરોડ રૂપિયા આપી રહ્યું છે અને બીજી તરફ પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું વસૂલી રહી છે. આ ગૂંચવણ ઉકેલો."
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાનો રેલવેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે. પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું આ નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું છે.एक तरफ रेलवे दूसरे राज्यों में फँसे मजदूरों से टिकट का भाड़ा वसूल रही है वहीं दूसरी तरफ रेल मंत्रालय पीएम केयर फंड में 151 करोड़ रुपए का चंदा दे रहा है। जरा ये गुत्थी सुलझाइए! pic.twitter.com/qaN0k5NwpG
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion