(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ ગાંધીની ઓફિસ પર હુમલો, જાણો કોણે અને શા માટે કરી ઓફિસમાં તોડફોડ, જુઓ વિડીયો
Kerala News : વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી છે અને તપાસની વાત પણ કરી છે.
Rahul Gandhi's office vandalised in Wayanad : કેરળના વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે SFIના ઝંડા ધારણ કરેલા કેટલાક ગુંડાઓએ રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસની દિવાલ પર ચઢીને ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કેસમાં પોલીસે તોડફોડની પુષ્ટિ કરી છે, તપાસની પણ વાત કરી છે.
કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે (KC Venugopal) આરોપ લગાવ્યો કે આ પોલીસની હાજરીમાં થયું છે. આ સીપીએમ નેતૃત્વનું સ્પષ્ટ કાવતરું છે. ED છેલ્લા 5 દિવસથી તેની પૂછપરછ કરી રહી છે. મને ખબર નથી કે કેમ કેરળ સીપીએમ નરેન્દ્ર મોદીની જેમ કોંગ્રેસી નેતા પર હુમલો કરવાના માર્ગે જઈ રહ્યું છે. મને લાગે છે કે સીતારામ યેચુરી જરૂરી પગલાં લેશે.
કોંગ્રેસના નેતાઓએ ઘટનાની નિંદા કરી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આ મામલે ટ્વીટ કર્યું અને લખ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીના કાર્યાલયમાં CPIની વિદ્યાર્થી પાંખ SFIના કાર્યકરોએ તોડફોડ કરી હતી. શું સીએમ પિનરાઈ વિજયન અને સીતારામ યેચુરી શિસ્તભંગના પગલાં લેશે અથવા તેમના મૌનને આવા વર્તનની નિંદા કરવા દેશે? શું આ તેમનો રાજકારણનો વિચાર છે? કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ સંગઠિત ગુંડાઓની ગુંડાગીરી છે. આ આયોજનબદ્ધ હુમલા માટે સીપીએમ સરકાર જવાબદાર છે. જુઓ ઓફિસમાં તોડફોડનો આ વિડીયો :
#WATCH | Kerala: Congress MP Rahul Gandhi's office in Wayanad vandalised.
— ANI (@ANI) June 24, 2022
Indian Youth Congress, in a tweet, alleges that "the goons held the flags of SFI" as they climbed the wall of Rahul Gandhi's Wayanad office and vandalised it. pic.twitter.com/GoCBdeHAwy
સીએમ પિનરાઈ વિજયને કાર્યવાહીની વાત કરી હતી
બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યાલય પર થયેલા હુમલાની નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. રાહુલ ગાંધી વાયનાડથી લોકસભા સાંસદ છે. હાલમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
શા માટે ઓફિસમાં તોડફોડ કરી ?
આ તોડફોડનો મામલો સુપ્રીમ કોર્ટના એક આદેશ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સંરક્ષિત વન અને અભયારણ્ય આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર અતિ સંવેદનશીલ ઝોનમાં મુકવામાં આવશે.
કેરળમાં આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રદર્શનકારીઓ આ અંગે રાહુલ ગાંધી પ્રતિક્રિયા આપે તેવી માંગ કરી રહ્યાં હતા. જો કે કેરળના વાયનાડથી સાંસદ હોવા છતાં રાહુલ ગાંધીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા ન આપતા તેમની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.