શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાહુલ ગાંધીએ જરૂરિયાતમંદ લોકો માટે પાંચ ટ્રકમાં ભરીને રાહત સામગ્રી અમેઠી મોકલાવી
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જરૂરિયામંદ લોકો મદદ માટે 5 ટ્રક ચોખા, 5 ટ્રક લોટ, ઘંઉ અને એક ટ્રક ભરીને દાળ સાથે અન્ય ખાદ્ય સામગ્રી અમેઠી મોકલાવી છે.
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં 3મે સુધી લોકડાઉન છે. ત્યારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જરૂરિયામંદ લોકો મદદ માટે 5 ટ્રક ચોખા, 5 ટ્રક લોટ, ઘંઉ અને એક ટ્રક ભરીને દાળ સાથે અન્ય ખાદ્ય સામગ્રી અમેઠી મોકલાવી છે.
અમેઠી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે અમેઠીમાં કોઇ ભૂખ્યા ન રહે અને દરેક જરૂરિયામંદની પાસે રાહત સામગ્રી પહોંચે તે માટે રાહુલ ગાંધીએ રાશન કિટનું વિતરણ કર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દરેક જરૂરિયામંદ વ્યક્તિને રાહત સામગ્રી મળી રહે તે માટે અમેઠી સંસદીય ક્ષેત્રની 877 ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં આજે 16,400 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion