શોધખોળ કરો
Advertisement
અમિત શાહે સામ પિત્રોડાના નિવેદન પર રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું- શહીદો અને દેશની પ્રજાની માંફી માંગે
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાને રૂટીન હુમલો ગણાવનારા કોગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના નિવેદન પર શહીદોના પરિવારજનો અને પ્રજાની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે, ફક્ત નિવેદનથી અલગ થઇ જવાથી કાંઇ નહી થાય. દેશની પ્રજા તેમની નીતિને સમજે છે અને તેથી કોગ્રેસને જ સત્તાથી દૂર કરી દીધો છે. શાહે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, કોગ્રેસ પાર્ટીના વિદેશ વિભાગના કોઓડિનેટર અને ચૂંટણી ઘોષણા પત્ર સમિતિના સભ્ય સામ પિત્રોડાનું નિવેદન અનેક ચિંતાઓને જન્મ આપનારું છે.
અમિત શાહે કહ્યું કે, પિત્રોડાએ કહ્યું હતું કે, કેટલાક લોકોની ભૂલ પર આખા દેશને દોષિત ઠેરવી શકાય નહી. જેના પર રાહુલે જણાવવું જોઇએ કે શું તે આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાનને જવાબદાર માનતા નથી. રાહુલ ગાંધીએ એ પણ જણાવવું જોઇએ કે પિત્રોડાના નિવેદનથી આતંકવાદનો સામનો કરવા માટે તેમની નીતિ શું છે.
અમિત શાહે જણાવ્યું કે, કોગ્રેસ અધ્યક્ષે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે શું તે આ પ્રકારના જઘન્ય હુમલાને સામાન્ય ઘટના ગણે છે. સર્જિકલ સ્ટ્રાઇકના સમયે રાહુલ ગાંધીએ ખૂનની દલાલીની વાત કરી હતી અને હવે એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે આ માટે દેશની પ્રજાની માફી માંગવી જોઇએ. કોગ્રેસના આ નિવેદનથી શહીદોનું અપમાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion