શોધખોળ કરો
Advertisement
SP-BSPના ગઠબંધન પર રાહુલ ગાંધીએ કહ્યું- અમે લડીશું અને તમામને ચોંકાવી દઇશું
નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસ પર ગયેલા કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુબઇમાં મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી અગાઉ થયેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પર કહ્યું કે, બંન્ને પક્ષો પાસે ગઠબંધન કરવાનો અધિકાર છે. કોગ્રેસ પોતાના આદર્શો પર ચૂંટણી લડશે. અમારા મનમાં મુલાયમ સિંહ યાદવ, માયાવતી અને અખિલેશ યાદવ પ્રત્યે અપાર સન્માન છે. અમે ઉત્તરપ્રદેશમાં લોકોને ચોંકાવી દઇશું.
ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં કોગ્રેસને જગ્યા ના આપવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે માયાવતી અને અખિલેશનું સન્માન કરીએ છીએ. તેમની પાસે પોતાની મરજી પ્રમાણે નિર્ણય કરવાનો અધિકાર છે. અમે નિશ્વિત રીતે ઉત્તર પ્રદેશમાં લડીશું અને લોકોને ચોંકાવીશું. કોગ્રેસ પાર્ટી પોતાની વિચારધારા પર ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે આ ગઠબંધન બન્યાના થોડા જ કલાકોમાં રાહુલે આ નિવેદન આપ્યું હતું.
રાફેલ ડીલ પર રાહુલે કહયું કે, વડાપ્રધાને નાના અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવામાં મદદ કરી છે. તમે મારા પર કોઇ પ્રકારના ભેદભાવનો આરોપ લગાવી શકો નહીં. વડાપ્રધાનમાં સામે આવીને જવાબ આપવાની હિંમત દેખાતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
અમદાવાદ
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion