શોધખોળ કરો
Advertisement
રેલ્વે વિભાગે 1.50 લાખ જગાઓ ભરવા માટે 15 ડીસેમ્બરે યોજાનારી પરીક્ષા રદ કરી દીધી ? જાણો રેલ્વે વિભાગે શું કહ્યું ?
વિતેલા દિવસોમાં રેલવે ભર્તી બોર્ડ તરફથી 1.5 લાખ બરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી અને આ જાહેરાત અનુસાર આ વર્ષે 15 ડિસેમ્બરથી આ પરીક્ષાઓ શરૂ થઈ જશે.
નવી દિલ્હીઃ રેલવે ભર્તી બોર્ડ તરફથી થોડા દિવસ પહેલા 1.5 લાખ નોકરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે હવે સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થઈ રહ્યા છે કે આ ભર્તી પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર આ ભર્તી પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર અનેક અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે. આ દાવ વિશે પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે.
આ દાવાને કેન્દ્ર સરકાર તરફથી પીઆઈબીએ ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ન્યૂઝપેપર હેડલાડીનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રેલ્વે દ્વારા 1.5 લાખ પદો પર ભર્તી માટે 15 ડિસેમ્બરથી આયોજિત થઈ રહેલ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. PIB Fact Checkમાં જાણવા મળ્યું છે કે, આ દાવો ફેક છે અને હેડલાઈનને બદલવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે આવો કોઈ નિર્ણય કર્યો નથી.
જણાવીએ કે, વિતેલા દિવસોમાં રેલવે ભર્તી બોર્ડ તરફથી 1.5 લાખ બરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી અને આ જાહેરાત અનુસાર આ વર્ષે 15 ડિસેમ્બરથી આ પરીક્ષાઓ શરૂ થઈ જશે. રેલવે ત્રણ ક્લાસમાં 1.4 લાખ પદો પર રેલ્વે 15 ડિેસમ્બરથી ભરતી શરૂ કરશે.दावा: एक न्यूज़पेपर हैडलाइन में यह दावा किया जा रहा है कि रेलवे द्वारा 1.5 लाख पदों पर भर्ती के लिए 15 दिसंबर से आयोजित की जा रही परीक्षाएं रद्द कर दी गईं हैं। #PIBFactCheck:यह हैडलाइन Morphed है। @RailMinIndia ने ऐसा कोई निर्णय नहीं लिया है यहाँ पढ़ें: https://t.co/5RJfa7ZQH6 pic.twitter.com/Tfd4vLbh7V
— PIB Fact Check (@PIBFactCheck) September 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement