શોધખોળ કરો
Advertisement
રેલવેએ RPFનું નામ બદલીને શું કર્યું ? જાણો વિગત
મંત્રાલયે આરપીએફને સંગઠિત ગ્રુપ-A નો દરજ્જો આપ્યો છે અને તેનું નામ બદલ્યું છે.
નવી દિલ્હી: ભારતીય રેલવેએ પોતાનું નામ રેલવે સુરક્ષા દળ( RPF) બદલીને ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા કરી દીધું છે. મંત્રાલયે આરપીએફને સંગઠિત ગ્રુપ-A નો દરજ્જો આપ્યો છે અને તેનું નામ બદલ્યું છે.
મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક આદેશ પ્રમાણે, કોર્ટના આદેશ બાદ કેબિનેટના નિર્ણયને જોતા આરપીએફને સંગઠિત ગ્રુપ-A(ઓજીએએસ)નો દરજ્જો આપવામાં આવે છે અને સૂચિત કરવામાં આવે છે કે RPFને ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા તરીકે ઓળખવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રેલવે સુરક્ષા દળની સ્થાપના રેલવે સુરક્ષા દળ અધિનિયમ, 1957 હેઠળ કરવામાં આવી હતી. આરપીએફનું કાર્ય રેલવે સંપત્તિની સુરક્ષા કરવાનું છે. આ ફોર્સ રેલ મંત્રાલયના અંતર્ગત કામ કરે છે. આ પહેલા 1965માં આરપીએફનું નામ રેલવે પ્રોટેક્શ સ્પેશિયલ ફોર્સ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement