શોધખોળ કરો
Advertisement
નવા વર્ષ પર રેલ યાત્રીઓને ઝટકો, રેલવેએ ભાડામાં કર્યો વધારો, જાણો વિગત
ભારતીય રેલવેએ રેલ ભાડામાં વધારો કર્યો છે. રેલવેના આદેશ મુજબ, મુસાફરોના બેસિક ભાડામાં વધારો કર્યો છે.
નવી દિલ્હી: ભારતીય રેલવેએ રેલ ભાડામાં વધારો કર્યો છે. રેલવેના આદેશ મુજબ, મુસાફરોના બેસિક ભાડામાં વધારો કર્યો છે. નોન સબ-અર્બન ભાડામાં 1 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો એક જાન્યુઆરીથી લાગુ થશે.
નોન એસી ટ્રેન અને મેલ એક્સપ્રેસના ભાડામાં બે પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે એસી ક્લાસના ભાડામાં ચાર પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરાયો છે. આ ભાડુ શતાબ્દી અને રાજધાની ટ્રેનો પર લાગુ થશે.Ministry of Railways: There shall be no fare hike for passengers over suburban sections & season ticket holders. Increase in fare per kilometre is 1 paisa for Ordinary non-AC classes, 2 paisa for Mail/Express trains in non-AC classes and 4 paisa in AC classes. https://t.co/3sd126ByQh
— ANI (@ANI) December 31, 2019
રેલવેએ જણાવ્યું કે ઉપનગરીય (સબ-અર્બન)ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ટિકિટ પહેલાથી જ બુક કરી લેવામાં આવી હશે તો તેના પર ભાડામાં વધારાનો આદેશ લાગુ નહી થાય. એક જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરી હશે તો તમારે ભાડુ વધારે નહી ચૂકવવું પડે. રેલવેએ કહ્યું કે આરક્ષણ રિઝર્વેશન ફી અને સુપરફાસ્ટ ચાર્જમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.2 paise/km hike in fares of mail/express non-AC trains; 4 p/km hike in AC classes fare; hike also applicable to Shatabdi, Rajdhani: Rly
— Press Trust of India (@PTI_News) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement