Weather Today Update: પ્રી-મૉનસૂન વરસાદ, દિલ્હીથી તેલંગાણા સુધી હવામાન થયુ ખુશનુમા, જાણો બિગ અપડેટ
રાજધાનીમાં થોડાક દિવસો સુધી હવામાન સારુ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે, 18 થી 20 માર્ચ સુધી ગાજ વીજ સાથે અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
![Weather Today Update: પ્રી-મૉનસૂન વરસાદ, દિલ્હીથી તેલંગાણા સુધી હવામાન થયુ ખુશનુમા, જાણો બિગ અપડેટ RainFall News: today weather update on 18 march 2023 with imd rainfall and rain alert forecast in india Weather Today Update: પ્રી-મૉનસૂન વરસાદ, દિલ્હીથી તેલંગાણા સુધી હવામાન થયુ ખુશનુમા, જાણો બિગ અપડેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/18/eebe3e548233d57367846787fb8e8345167911160254577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Forecast India: રાજધાની દિલ્હીમાં બુધવારે (15 ફેબ્રુઆરી) સૌથી ગરમ દિવસ નોંધાયો હતા, તો શુક્રવારે (17 માર્ચે) રાજધાનીમાં સામાન્યવ વરસાદથી હવામાને પલટો મારી લીધો છે. આજે (18 માર્ચ) સવારે પણ હવામાન સામાન્ય ઠંડુ રહ્યું છે. પ્રી-મૉનસૂન વરસાદના કારણે તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લુરુ, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ વરસાદે લોકોને ગરમીથી રાહત પહોંચાડી છે.
રાજધાની હૈદરાબાદના કેટલાય ભાગોમાં વરસાદ થયો છે. તેલંગાણા સ્ટેટ ડેવલપમેન્ટ પ્લાનિંગ સોસાયટીના રિપોર્ટ અનુસાર, રાજેન્દ્રનગર અને ચંદ્રાયનગુટ્ટા વિસ્તારોમાં 17.7 મિમી વરસાદ નોંધાયો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)નુ અનુમાન છે કે, સામાન્ય વરસાદ આગામી અઠવાડિયા સુધી પડવાની સંભવાના છે.
દિલ્હી અને તમામ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ -
રાજધાનીમાં થોડાક દિવસો સુધી હવામાન સારુ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે, 18 થી 20 માર્ચ સુધી ગાજ વીજ સાથે અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દિલ્હીની આસપાસના રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, અને ઉત્તર પ્રદેશમાં કેટલાક દિવસો સુધી ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજધાની દિલ્હીમાં સામાન્ય રીતે આકાશમાં વાદળો છવાયેલા રહેશે, અને દિવસમાં સામાન્ય વરસાદ પડશે.
Gujarat:ગુજરાતમાં આગામી પાંચ દિવસ કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાત: રાજ્યના ખેડૂતો પર હજુ માવઠાંનું સંકટ હટ્યું નથી. કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આજે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાસ, ડાંગ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 માર્ચે અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે 20 માર્ચે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, સુરત અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 21 માર્ચે અમરેલી, ભાવનગર, આણંદ, ભરુચ અને નર્મદામાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનનો પારો સ્થિર રહેશે. જો કે, કમોસમી વરસાદની સાથે 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદ, ભૂજ , રાજકોટ અને કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહીસાગરના વાતાવરણમાં પલટો
મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ કડાણા અને દીવડા પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસાદના કારણે વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિને લઈ ખેડૂત ચિંતિત થયા છે.
અરવલ્લીમાં વરસાદી માહોલ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મોડાસાના ગ્રામીણ પંથક ઈસરોલ, જીવનપુર, ટીટોઈ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદ પડશે તો ઘઉં, ચણા સહિતના પાકને નુકશાન થવાની ભિતિ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો.
કચ્છમાં કમોસમી વરસાદ યથાવત
તો બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)