Rajasthan : રણુજા રામદેવપીરના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 11 લોકોના મોતથી અરેરાટી
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, 11 લોકોના મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
નાગૌરઃ રાજસ્થાનમાં આજે મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, 11 લોકોના મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
Rajasthan | 11 people were killed after a cruiser collided with a truck in Nagaur today morning. 7 others were seriously injured and were shifted to a hospital in Nokha, Bikaner: SHO, Shri Balaji Police Station, Nagaur pic.twitter.com/7mXXMoUHyS
— ANI (@ANI) August 31, 2021
અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 3 પુરુષો છે. 12 સીટર જીપ (તુફાન) માં 18 લોકો સવાર હતા. આ બધા જ લોકો રણુજા રામદેવપીર અને દેશનોક કરણી માતાના દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દરમિયાન નાગૌરથી નોખા તરફ જઈ રહેલું ટ્રેલર જીપ સાથે ટકરાયું હતું.
સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ઘણા લોકોના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત પછી સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કઢાયા હતા.
Mehsana : વિસનગરમાં વીજળી પડતાં યુવક-યુવતીનું મોત, ગામમાં શોકનો માહોલ
મહેસાણાઃ વિસનગરના ગણપતપુરા ગામમાં વીજળી પડતા બેના મોત થયા છે. એક યુવતી અને એક યુવાનનું વીજળી પડતા મોત થયું છે. બંને મૃતદેહને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. ખેતરમાં ઘર બનાવીને રહેતી યુવતી અને યુવાન ઉપર વીજળી પડી હતી. યુવક-યુવતીના મોતને પગલે આખા ગામમાં શોકની લાગણી ફરી વળી છે.
Ahmedabad: 'બદનામ કેમ કરે છે', કહી છરીના ઘા મારીને યુવકને રહેંસી નાંખ્યો, જાણો વિગત
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. નીખિલેશ મિશ્રા નામના યુવક છરીના ધા ઝીંકી 3 લોકોએ હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બદનામ કેમ કરે છે એમ કહી આરોપીઓએ હત્યા કરી કરી નાંખી હતી. વસ્ત્રાલની અમરનાથ સોસાયટી ગેટ નજીક બનાવ બન્યો હતો.
મોડી રાતે યુવકની હત્યા થઈ જતાં ચકાચર મચી ગઈ હતી. આરોપી અજય ઉર્ફે અજ્યોં અને સાગર ઉર્ફે શૂટર સહીત 3 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા કરનાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આ સિવાય દાણીલીમડામાં પણ હત્યાની ઘટના સામે આવી છે. જુના ઝઘડાની અદાવતમાં આરોપી પિતા અને તેના 3 દીકરાઓએ હત્યા કરી છે. આરોપીઓએ ભેગા મળી આસીફ નીલગર પર જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવક આસીફનું સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુનો દાખલ કરાયો છ.ે પોલીસે આરોપી સજુ છીપા, રાજા, તોસિફ અને ફઇમની શોધખોળ હાથ ધરી છે.