શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન સરકારનો નિર્ણય- કોરોનાને લઇને રાજ્યના તમામ લોકોનું કરશે સ્ક્રીનિંગ
મેડિકલ વિભાગના કર્મચારીઓની સાથે આંગણવાડી કાર્યકર્તા અને જિલ્લા મેજીસ્ટ્રેટના કર્મચારી સ્ક્રીનિંગમાં કામ કરશે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજસ્થાને દેશમાં સૌ પ્રથમવાર લોકડાઉનની જાહેરાત કરી હતી. હવે અશોક ગેહલોતની સરકારે રાજ્યના તમામ સાડા સાત કરોડ કોરોનું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્ક્રીનિંગ દરમિયાન કોરોનાની શંકા હોવા પર સેમ્પલ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેડિકલ વિભાગના કર્મચારીઓની સાથે આંગણવાડી કાર્યકર્તા અને જિલ્લા મેજીસ્ટ્રેટના કર્મચારી સ્ક્રીનિંગમાં કામ કરશે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રઘુ શર્માએ કહ્યું કે, રાજ્યભરમાં સ્ક્રીનિંગ કરવાનું કામ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હાલમાં રાજસ્થાનના કોરોના પ્રભાવિત 11 જિલ્લામાં સ્ક્રીનિંગનું કામ ચાલી રહ્યું છે અને આગામી એક-બે દિવસમાં તમામ 33 જિલ્લાઓના સાડા સાત કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement