શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ત્રિપુરાઃ લોકડાઉનમાં ફસાયેલા રાજસ્થાનના દંપત્તિએ નવજાત બાળકનું નામ રાખ્યું 'લોકડાઉન', જાણો વિગતે
સંજય બાઉરી અને તેની પત્ની મંજૂ દર વર્ષે છ મહિના માટે ત્રિપુરા પ્લાસ્ટિકનો સામાન વેચવા આવે છે. પરંતુ આ વખતનો અનુભવ અલગ રહ્યો.
ત્રિપુરાઃ એક કપલે લોકડાઉન વચ્ચે જન્મેલા તેમના નવજાતનું નામ લોકડાઉન રાખ્યું છે. રાજસ્થાન નિવાસી દંપતિ થોડા મહિના માટે ત્રિપુરામાં સામાન વેચવા આવે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્વદેશ પરત ફરી શક્યા નહોતા.
સંજય બાઉરી અને તેની પત્ની મંજૂ દર વર્ષે છ મહિના માટે ત્રિપુરા પ્લાસ્ટિકનો સામાન વેચવા આવે છે. પરંતુ આ વખતનો અનુભવ અલગ રહ્યો. પિતા બનેલા સંજયે કહ્યું, કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમારા બાળકનો જન્મ સરકારી હોસ્પિટલમાં અઠવાડિયા પહેલા થયો. તેને જન્મ લોકડાઉન દરમિયાન થયો હોવાથી અમે તેનું નામ લોકડાઉન રાખવાનો ફેંસલો લીધો.
નવજાતના પિતાએ વધુમાં જણાવ્યું કે, અગરતલા રેલવે સ્ટેશન પર પોલીસ જવાનો તેને શેલ્ટર હોમ લઈ ગયા. તેમણે અમારી ખૂબ મદદ કરી. તેમના કારણે મારી પત્નીની સુરક્ષિત ડિલિવરી થઈ. હવે ઘરે જવા લોકડાઉન પૂરું થવાની રાહ જોઈ રહ્યા છીએ.
જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમે ગર્ભવતી મહિલાને આઈજીએમ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં થોડા દિવસો પહેલા તેણે પુત્રને જન્મ આપ્યો હતો. બાળક તથા તેની માતાને જરૂરી સામાન ઉપરાંત દવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ બંને સ્વસ્થ છે. અમે 63 પ્રવાસી વિક્રેતાઓને બે અલગ-અલગ શેલ્ટર હોમમાં લોકડાઉન બાદ રાખ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion