શોધખોળ કરો
Advertisement
પોખરણમાં ન્યૂક્લિયર પોલિસીને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન, જાણો
કેંદ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોખરણમાં કહ્યું કે અત્યાર સુધી અમારી ન્યૂક્લિયરને લઈને પોલિસી 'નો ફર્સ્ટ યૂઝ'ની રહી છે પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે.
નવી દિલ્હી: ન્યૂક્લિયર પોલિસીને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટુ નિવેદન આપ્યું છે. કેંદ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોખરણમાં કહ્યું કે અત્યાર સુધી અમારી ન્યૂક્લિયરને લઈને પોલિસી 'નો ફર્સ્ટ યૂઝ'ની રહી છે પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે.
રાજનાથ સિંહે કહ્યું, આ એક સંયોગ છે કે આજે હુ જેસલમેરમા ઈન્ટરનેનસલ આર્મી સ્કાઉટ કોમ્પીટિશન માટે આવ્યો અને આજે જ અટલ બિહારી વાજપેીની પ્રથમ પૂણ્યતિથિ છે. એટલે, મને લાગે છે કે પોખરણની ધરતી પર તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રથમ પૂણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે મે 1998માં તેમણે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેંદ્ર સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન લાલધૂમ છે. સતત ઈમરાન ખાન સહિતના ઘણા નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાન ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. એવામાં રાજનાથ સિંહનું નિવેદન સાફ છે કે જો પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે તો ભારત ચૂપ નહી બેસશે.#WATCH: Defence Minister Rajnath Singh says in Pokhran, "Till today, our nuclear policy is 'No First Use'. What happens in the future depends on the circumstances." pic.twitter.com/fXKsesHA6A
— ANI (@ANI) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement