શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ રાજ્યસભામાંથી પાસ, સમર્થનમાં પડ્યા 125 મત
આ બિલમાં જમ્મુ કાશ્મીરને લદાખ અલગ કરી અને બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોવગાઇ છે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાંથી જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યા હતા. આ બિલમાં જમ્મુ કાશ્મીરને લદાખ અલગ કરી અને બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોવગાઇ છે.
આ અગાઉ કોગ્રેસના નેતા ચિદંબરમે સવાલ કર્યો હતો કે સરકાર કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ કેમ બનાવી રહી છે. કોગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે આંધ્રપ્રદેશ અને તેલંગણા બનાવતા સમયે અમે એક વર્ષ સુધી 20થી વધુ બેઠકો કરી હતી અને સહમતિથી નિર્ણય લીધો હતો. ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, કાશ્મીર હંમેશા કેન્દ્ર શાસિત પ્રદેશ નહી રહે. સામાન્ય સ્થિતિ થશે તો તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. અમે કાશ્મીરને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. કાશ્મીરને સામાન્ય બનાવવા માટે સરકારની સહાયતા કરો અને સાથે મળીને કામ કરો. અમિત શાહે કહ્યું કે અમારી સાથે નહી રહેનારા પક્ષોએ પણ આજે અમારો સાથ આપ્યો છે. શાહે કહ્યુ કે, કાશ્મીરના લોકોને 21મી સદીમાં જીવવાનો હક નથી. તેમને ઉકસાવનારાઓના છોકરાઓ લંડન અને અમેરિકામાં ભણે છે પરંતુ ઘાટીના યુવાઓને ભણવા અને આગળ વધવા દેવામાં આવતા નથી. કલમ 370ને કારણે કાશ્મીરમાં આતંકવાદને ખત્મ કરી શકાતો નથી. મોદી સરકારમાં અમે ઘાટીના યુવાઓએને ગળે લગાડવા માંગીએ છીએ. તેમને સારુ શિક્ષણ, સુવિધા આપવા માંગીએ છીએ.નેહરુએ પણ તેને હટાવવાની વાત કરી હતી પરંતુ બાદમાં તેને હટાવવામાં આવી નહીં. શાહે કહ્યું કે, સરદાર પટેલે ક્યારેય જમ્મુ કાશ્મીરને ડીલ નથી કર્યું. તેમણે જૂનાગઢને ડીલ કર્યું જે 370 વિના જ ભારતનો હિસ્સો છે. કાશ્મીરને પંડિત નેહરુએ ડીલ કર્યું જે 370 સાથે ભારતમાં છે.The Jammu & Kashmir Reorganisation Bill, 2019 passed by Rajya Sabha pic.twitter.com/jixNAn3x0y
— ANI (@ANI) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement