શોધખોળ કરો
Advertisement
નેશનલ મેડિકલ કમીશન બિલ 2019 રાજ્યસભામા પાસ
ગુરૂવારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થઈ ગયું છે. બે સંશોધન સાથે પાસ થવાના કારણે લોકસભામાં બીજી વખત જશે.
નવી દિલ્હીઃ ગુરૂવારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થઈ ગયું છે. બે સંશોધન સાથે પાસ થવાના કારણે લોકસભામાં બીજી વખત જશે. ગુરૂવારે બિલના વિરોધમાં ડૉક્ટર્સે પોતાની હડતાળ તેજ કરી દીધી છે. હવે ડૉક્ટર્સે આ હડતાળમાં ઈમરજેન્સી સેવાઓને પણ સામેલ કરી લીધી છે.
આ બિલ દ્વારા સરકાર તરફથી શિક્ષણમા સુધારા માટે કેટલાય પ્રાવધાન પણ લાવવામાં આવ્યાં છે. કાનૂન લાગૂ થતાની સાથે જ આખા દેશના મેડિકલ કૉલેજમાં દાખલા માટે માત્ર એક જ પરીક્ષા હશે. જેનું નામ હશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પણ ડૉક્ટર્સને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે ટેસ્ટ આપવી પડશે. જો તેઓ આ પરીક્ષાને પાસ કરે છે તો જ તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે લાઈસન્સ મેળવી શકશે. જેના આધાર પર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન કરવામાં આવશે.Rajya Sabha passes the National Medical Commission Bill, 2019. pic.twitter.com/SDgtHacLH0
— ANI (@ANI) August 1, 2019
વિરોધ પક્ષો દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કહ્યું, સરકાર 6 મહિનાનો બ્રિજ કોર્સ બાદ કમ્યૂનિટી હેલ્થ પ્રોવાઈડરના નામે આપણે 70 ટકા લોકોના જીવ સાથે રમી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ડૉક્ટર્સ સાથે કામ કરવાથી કોઈ ડૉક્ટર નથી થઈ જતો. જેનો અમને ભારે વાંધો છે, કેમ કે કોઈના પણ હાથે ગ્રામીણ વિસ્તારમાં દવાઓ ન વહેંચી શકાય. આ બિલના વિરોધમાં ડીએમકે અને સીપીઆઈ તરફથી સંશોધન પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે. જે એક વોટિંગ બાદ પાડવામાં આવ્યા. કેકે રાગેશ તરફથી લાવવામા આવેલ સંશોધન પ્રસ્તાવ પડી ગયો છે. પ્રસ્તાવના પક્ષમાં 51 સભ્યોએ વોટિંગ કર્યું જ્યારે વિપક્ષમાં 104 વોટ પડ્યા હતા. આવી રીતે સંશોધન પ્રસ્તાવને સદનની મંજૂરી ન મળી. જ્યારે ભાજપના સહયોગી દળ AIADMKએ સરકાર માંગ ન માની હોવાને લઈ મેડિકલ કમીશન બિલ વિરુદ્ધ વૉક આઉટ કરી દીધું છે.Union Minister Dr Harsh Vardhan on National Medical Commission (NMC) Bill, 2019 passed in Rajya Sabha: This Bill will benefit the MBBS students and doctors. It will be listed as a major reform of the Narendra Modi government. pic.twitter.com/4nKnvmXSl3
— ANI (@ANI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement