શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણીઃ TMCના કયા કયા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, એકનું છે ગુજરાત કનેકશન
પશ્ચિમ બંગાળની પાંચ રાજ્યસભા સીટોમાં તૃણમુલ કોંગ્રેસના ચાર અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના એક ઉમેદવારને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 55 સીટો માટે 17 રાજ્યોમાં 26 માર્ચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા બુધવારે સમાપ્ત થઈ હતી. પરંતુ આ પહેલા કેટલાક રાજ્યોમાં અનેક ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે બાકી રહેલી સીટો પર આગામી ગુરુવારે ચૂંટણી યોજાશે.
રાજ્યસભા માટે મહારાષ્ટ્રના સાત, તમિલનાડુમાં છ, બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ, ઓડિશાની ચાર, હરિયાણા તથા આસામની ત્રણ-ત્રણ, છત્તીસગઢો અને તેલંગાણામાં બે-બે તથા હિમાચલ પ્રદેશમાં એક સીટ પર ઉમેદવારોને બિનહરિફ ચૂંટાયા હતા.
પશ્ચિમ બંગાળની પાંચ રાજ્યસભા સીટોમાં તૃણમુલ કોંગ્રેસના ચાર અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના એક ઉમેદવારને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર અર્પિતા ઘોષ, દિનેશ ત્રિવેદી, સુબ્રત બખ્શી અને મૌસમ નૂર છે.
દિનેશ ત્રિવેદી ગુજરાતી દંપત્તિ હિરાલાલ અને ઉર્મિલાના સંતાન છે. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે તેઓ કરાચીથી ભારત આવીને વસ્યા હતા. મનમોહન સિંહ સરકારમાં તેઓ રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રહી ચુક્યા છે.
કોંગ્રેસ દ્વારા સમર્થિત માર્કસવાદી કમ્યુનિસ્ટા પાર્ટીના બિકાશ રંજન ભટ્ટાચાર્ય રાજયસભા માટે બિનહરિફ ચૂંટાયા હતા. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા બુધવારે બપોરે 3 કલાકે સમાપ્ત થયા બાદ આ તમામને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યસભા ચૂંટણીઃ તમિલનાડુમાં કયા છ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા ? AIDMKની સાંસદોની સંખ્યા ઘટીને કેટલી થઈ, જાણો વિગતે
રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં શરદ પવાર સહિત કયા સાત ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, જાણો વિગત
રિલાયન્સ Jioના IUC ટોપ-અપ વાઉચર્સની કિંમત છે માત્ર રૂપિયા 10, મળે છે આટલા લાભ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement