શોધખોળ કરો
અયોધ્યા વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણી, પછી ફેંસલાનો ઇન્તજાર
બુધવારે એટલે આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસ મામલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી પોત-પોતાની છેલ્લી દલિલ રજૂ કરવામાં આવશે

નવી દિલ્હીઃ છેલ્લા 70 વર્ષથી લગભગ દેશની કોર્ટોમાં ચાલી રહેલા અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ હવે હલ થવાની નજીક પહોંચી ગયો છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં છેલ્લી સુનાવણીની તારીખી સામે આવી ગઇ છે, બુધવારે એટલે આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસ મામલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી પોત-પોતાની છેલ્લી દલિલ રજૂ કરવામાં આવશે. આ બાદ અયોધ્યા કેસ મામલે નિર્ણય આવવાની આશા વધી જશે. રામજન્મભૂમિ વિવાદના કારણે દેશની રાજનીતિમાં કેટલાય ચઢાવ-ઉતાર આવ્યા, હવે કેટલાય દાયકા બાદ જલ્દી ફેંસલો આવી શકે છે.
બુધવારે, આજે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષકાર પોતાની અંતિમ દલિલ રજૂ કરશે, ત્યારબાદ મુસ્લિમ પક્ષના વકીલને જવાબ આપવા માટે એક કલાકનો સમય મળશે. બુધવારે હિન્દુ પક્ષના વકીલ સીએસ. વૈદ્યનાથનને ચર્ચા માટે 45 મિનીટ મળશે, ઉપરાંત હિન્દુ પક્ષકારોના અન્ય વકીલોને પણ આટલો જ સમય મળશે. બાદમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને જવાબ આપવા માટે એક કલાકનો સમય મળશે.

વધુ વાંચો