શોધખોળ કરો

મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ

sanjay singh ram mandir scam: સંજય સિંહે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું કે તેમની પાસે જમીન અને પ્રસાદ કૌભાંડના ઘણા પાક્કા પુરાવા છે, જે તેઓ 25 જૂને લખનૌમાં SIT અધ્યક્ષને સોંપશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SITએ રામ મંદિર કૌભાંડમાં સંજય સિંહને પુરાવા આપવા બોલાવ્યા.
  • સંજય સિંહે 25 જૂને SITને પુરાવા સોંપવાની પુષ્ટિ કરી.
  • તેમણે ચંપત રાય પર જમીન ખરીદીમાં ગંભીર આક્ષેપો કર્યા.
  • ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે SITની રચના કરી છે.

sanjay singh ram mandir scam: અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને જમીન ખરીદી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ મોકલીને પુરાવા રજૂ કરવા બોલાવ્યા છે. સંજય સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે તેમની પાસે આ કૌભાંડને લગતા ઘણા ચોક્કસ દસ્તાવેજો છે, જે તેઓ SIT ને સોંપશે.

સંજય સિંહે વીડિયો શેર કરી આપી માહિતી

AAP નેતા સંજય સિંહે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમને 25 જૂને સવારે 11 વાગ્યે લખનૌમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, "મારે તમને એ જણાવવું છે કે મને 25 જૂને સવારે 11 વાગ્યે બોલાવાયો છે. મેં પોતે પણ સમય માંગ્યો હતો. હું કાલે જઈશ અને SIT ની ટીમને આ કેસ સંબંધિત તમામ માહિતી અને પુરાવા સોંપીશ. જય હિંદ, જય શ્રી રામ."

ચંપત રાય પર લગાવ્યા ગંભીર આક્ષેપો

નોંધનીય છે કે, રામ મંદિરમાં પ્રસાદ અને દાનના મુદ્દે સંજય સિંહ લાંબા સમયથી આક્રમક છે અને સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક દસ્તાવેજો બતાવ્યા હતા. સંજય સિંહે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો હતો કે, ચંપત રાયે 2 કરોડ રૂપિયાની જમીન 18.5 કરોડમાં, 3 કરોડની જમીન 24 કરોડમાં અને 9 કરોડની જમીન 55.47 કરોડ રૂપિયામાં ખરીદી છે.

ભાજપ પર નિશાન સાધતા શું કહ્યું?

સંજય સિંહે બુધવારે કરેલી પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, "મારી પાસે આ કૌભાંડના તમામ પુરાવા છે, પણ SIT એ મને હજુ સુધી બોલાવ્યો નહોતો. ફંડ ચોરો હજુ પણ ટ્રસ્ટમાં કેવી રીતે બેઠા છે? મોદીજીએ ટ્રસ્ટ બનાવ્યું, પણ લૂંટાયેલા પૈસા ભાજપ પાસે ગયા. ભાજપ એ જ પૈસાનો ઉપયોગ દેશભરમાં ધારાસભ્યો અને સાંસદો ખરીદવા માટે કરી રહી છે અને તેથી જ મોદીજી આ ફંડ ચોરી પર ચૂપ છે."

SIT એ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર સાથે જોડાયેલા આ વિવાદોની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને 3 સભ્યોની એક SIT ની રચના કરી હતી. આ ટીમે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તો સરકારને સોંપી દીધો છે અને એવી શક્યતા છે કે આગામી 10 થી 15 દિવસમાં ફાઇનલ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે સંજય સિંહના પુરાવા આપ્યા બાદ આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે.

Frequently Asked Questions

અયોધ્યા રામ મંદિર કૌભાંડમાં કોને સમન્સ મોકલવામાં આવ્યું છે?

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પુરાવા રજૂ કરવા બોલાવ્યા છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

સંજય સિંહ ક્યારે અને ક્યાં પુરાવા રજૂ કરશે?

તેમને 25 જૂને સવારે 11 વાગ્યે લખનૌમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં હાજર રહેવા બોલાવાયા છે. તેઓ આ કેસ સંબંધિત તમામ માહિતી અને પુરાવા સોંપશે.

સંજય સિંહે રામ મંદિર ટ્રસ્ટ પર કેવા આક્ષેપો કર્યા છે?

તેમણે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર કરોડો રૂપિયાની જમીન અનેકગણા ઊંચા ભાવે ખરીદવાનો આરોપ મૂક્યો છે. દા.ત., 2 કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદાઈ.

રામ મંદિર વિવાદોની તપાસ માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે?

ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને 3 સભ્યોની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. આ ટીમ વિવાદોની તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget