Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા.
![Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ Ram mandir pran pratishtha ceremony PM Modi Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/a4eb73abb46eea6e1ddd74a548c6890f170592144096678_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ થઈ હતી.
પીએમ મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન પીએમ મોદીએ ક્રીમ ધોતી અને ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
પીએમ મોદી જ્યારે રામ મંદિર પહોંચ્યા ત્યારે તેમના હાથમાં ચાંદીનુ છતર હતુ. ગોલ્ડન વસ્ત્રોમાં સજ્જ પીએમ મોદીએ કપાળ પર લાલ તિલક કર્યું હતું. તેના હાથમાં લાલ રંગની ચુનરી હતી.
પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન તરીકે પૂજામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પીએમ મોદીની બરાબર બાજુમાં બેઠા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ચરણોમાં માથું નમાવ્યું હતું. પીએમ મોદીની બરાબર પાછળ યુપીના સીએમ આદિત્યનાથ હતા. બાળ રામને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.
નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આર્મીના હેલિકોપ્ટરોએ મંદિર પરિસરમાં અનેક રાઉન્ડમાં ફૂલોની વર્ષા કરી હતી.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ પીએમ મોદી કાર્યક્રમના મંચ પર પહોંચ્યા હતા. મંચ પર ઉપસ્થિત સંતો-મુનિઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહંત ગોવિંદ દેવ ગિરીએ પીએમ મોદીને મંચ પર તેમના 11 દિવસના ઉપવાસ પૂરા કરાવ્યા હતા. પૂમહંત ગોવિંદ દેવ ગિરીએ તેમને ચરણામૃત પીવડાવ્યું અને તેમના ઉપવાસ સમાપ્ત કરાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)