શોધખોળ કરો
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ICUમાં દાખલ, ચિરાગે LJP નેતાઓને કહ્યું- હાલ બિહારમાં સીટોની વહેંચણી નહીં
ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના સંભવિત ઉમેદવારોના નામે એક ભાવુક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલમાં બિહાર ન આવી શકવાનું કારણ આપ્યું છે. ચિરાગે લખ્યું કે, પિતાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની દેખભાળમાં સમય પસાર થઈ રહ્યો છે.

નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સંસ્થાપક અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત બગડતા દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે. આ જાણકારી તેમના પુત્ર ચિરાગ પાસવાને આપી હતી. ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના સંભવિત ઉમેદવારોના નામે એક ભાવુક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલમાં બિહાર ન આવી શકવાનું કારણ આપ્યું છે. ચિરાગે લખ્યું કે, પિતાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની દેખભાળમાં સમય પસાર થઈ રહ્યો છે. રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે. શરૂઆતમાં તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબીયત વધારે બગડતા હવે આઈસીયૂમાં દાખલ છે. ચિરાગ પાસવાન અનુસાર તેમના પિતા બીમારી સામે લડી રહ્યાં છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે રામવિલાસ પાસવાન જલ્દી જ સાજા થઈ જશે. પોતાના પત્રમાં ચિરાગ પાસવાને બિહારમાં રાજનીતિને લઈને પણ વાત મુકી છે. લોજપા અધ્યક્ષે એ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધી બિહારમાં એનડીએના સાથીઓ સાથે સીટોના તાલમેલ અને બિહારના ભવિષ્યને લઈને કોઈ વાતચીત નથી થઈ. એનડીએમાં સીટોની વહેંચણીને લઈને અનેક અટકળો ચાલી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ વાંચો




















