Indepandance Day 2022: રામાયણ ફેમ દીપિકાએ PakPMOને ટેગ કરી લહેરાવ્યો તિરંગો, લોકોએ લીધી આડેહાથ
Indepandance Day 2022: આજે સમગ્ર ભારતમાં આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ 2022ના રોજ આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં સરકારે હર ઘર પર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી.
Indepandance Day 2022: આજે સમગ્ર ભારતમાં આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ 2022ના રોજ આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં સરકારે હર ઘર પર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. આજે દેશભરમાં દરેક ઘરમાં ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોની સાથે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે પણ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો. જોકે, 'રામાયણ' (રામાયણ 1987) ફેમ અભિનેત્રી દીપિકા ચિખલિયા દ્વારા એક ભૂલ થઈ હતી.
Happy Independence Day @PakPMO 75th independence to us all pic.twitter.com/Xv29w5A0Wk
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) August 15, 2022
દીપિકા ચીખલિયાથી થઈ ભૂલ
દીપિકા ચિખલિયાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં ધ્વજ છે. આ ફોટામાં તે સફેદ કુર્તા અને પ્લાઝો પહેરીને સલામ કરતી જોવા મળી રહી છે. તેના હાથમાં ત્રિરંગો છે. ફોટો શેર કરતા દીપિકાએ લખ્યું, 'તમામને 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.' પરંતુ તેણે ભૂલથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે પાકિસ્તાનના વડાપ્રધાનના ટ્વિટર હેન્ડલને ટેગ કરી દીધું છે.
— pt. blank (@pointblanckk) August 15, 2022
— Delhi Se Hoon BC (@delhichatter) August 15, 2022
हे प्रभु, कहाँ है आप? अब तो अवतार लेना ही होगा 🙏😐https://t.co/QAr3OH00kr
— Neha S. (@Neha_ns7777) August 15, 2022
દીપિકાની પાછળ પડ્યા ટ્રોલર્સ
હવે દીપિકાએ ભૂલ કરી છે, તો ટ્વિટર યુઝર્સ તેની પાછળ પડે તે તો નક્કી જ છે. દીપિકાના ફોટો પર ઘણા ટ્રોલર્સે મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે આંખ બંધ કરીને લક્ષ્ય પર નિશાન તાકતા વ્યક્તિનો ફોટો શેર કર્યો અને લખ્યું પીએમનું ટ્વિટર હેન્ડલ શોધતા. બીજાએ લખ્યું, 'આરામ કરો મિત્રો, પાકિસ્તાન પણ ભારતનું રાજ્ય છે.' એક યુઝરે રામાયણના લક્ષ્મણનો ફોટો શેર કર્યો છે. આમાં લક્ષ્મણ કહે છે, 'હે ભગવાન, મને લાગે છે કે આ કોઈ માયા જાળ છે.'
Relax guys . Pak is just an Indian state
— अमर प्रेम (@Amar_Prem_) August 15, 2022
You have tagged the incorrect prime minister’s office. Or maybe you wanted to hurt the pak PM.
— Vinayak Karnataki🇮🇳 (@vinkne) August 15, 2022
દીપિકા ચિખલિયાને રામાનંદ સાગરની સિરિયલ રામાયણ (1987) થી ઓળખ મળી હતી. આ સિરિયલમાં તેણે માતા સીતાનો રોલ કર્યો હતો. જ્યારે અરુણ ગોવિલે રામનું પાત્ર ભજવ્યું હતું. દીપિકા છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બાલા'માં જોવા મળી હતી.
— यूपी वाला (@Logical_Maanush) August 15, 2022
Pmo ka handle select karte time pic.twitter.com/077fWgi9ov
— FirstName LastName (@kirkit_xpert) August 15, 2022