શોધખોળ કરો
Advertisement
‘દૂરદર્શન’એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ખુશીથી ઝૂમ્યા ‘રામાયણ’ અને ‘મહાભારત’ના દર્શક
આ પાછળનું મુખ્ય કારણ રામાયણ અને મહાભારત જેવા જૂના શોનું રિપિટ ટેલિકાસ્ટ છે.
નવી દિલ્હીઃ લોકડાઉનના સમય દરમિયાન દૂરદર્શન તમામ ચેનલોને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે દૂરદર્શને પોતાના રેકોર્ડ તોડી દીધા છે. હાલમાં લોકડાઉનના કારણે તમામ અન્ય ચેનલોની સ્થિતિ ખરાબ છે એવામાં દૂરદર્શનના દર્શકોમાં વધારો થઇ રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ રામાયણ અને મહાભારત જેવા જૂના શોનું રિપિટ ટેલિકાસ્ટ છે.
પ્રસાર ભારતીએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. પ્રસાર ભારતીએ કહ્યું કે, દૂરદર્શન એકવાર ફરી ટીઆરપીની રેસમાં સૌથી આગળ નીકળી ગયું છે. એક તસવીર શેર કરી જાણકારી આપી હતી કે 13મા સપ્તાહમાં દૂરદર્શનને 1.5 બિલિયન વ્યૂઅરશીપ મેળવી છે. હવે એટલે કે 14મા સપ્તાહમાં દૂરદર્શને 1.9 બિલિયન વ્યૂઅરશીપ મળી છે. આ પાછળનું કારણ દૂરદર્શન પર જૂની સીરિયલોને લોકડાઉન દરમિયાન પ્રસારીત કરવાનો છે.
પ્રસાર ભારતીના આ ટ્વિટ પર સતત યુઝર્સ પોતાનું રિએક્શન અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હવે લોકો આ ચેનલ પર કૃષ્ણા બતાવવાની પણ માંગ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion