દિલ્હી ચૂંટણીમાં રામદાસ અઠાવલેની એન્ટ્રી, RPI(A)એ આ 15 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા
રામદાસ અઠાવલે(Ramdas Athawale)ની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા RPI(A)એ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

Delhi Poll 2025: રામદાસ અઠાવલે(Ramdas Athawale)ની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા RPI(A)એ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમણે શનિવારે (11 જાન્યુઆરી) તેમના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. RPI કેન્દ્રમાં NDAની સહયોગી છે.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2025 માટે 15 ઉમેદવારોને મંજૂરી આપી દીધી છે. તેમાં સુલતાનપુર માજરા, કોંડલી, તિમારપુર, પાલમ, નવી દિલ્હી, લક્ષ્મી નગર, નરેલા, સંગમ વિહાર, સદર બજાર, માલવિયા નગર, તુગલકાબાદ, બદરપુર, ચાંદની ચોક અને મટિયાલા મહેલનો સમાવેશ થાય છે. RPI(A) એ આ યાદીમાં ચાર મહિલાઓને પણ ટિકિટ આપી છે.
1.સુલતાનપુર માજરી (SC) થી લક્ષ્મી
2.કોંડલી(SC)થી આશા કાંબલે
3.તિમારપુરથી દીપક ચાવલા
4.પાલમથી વીરેન્દ્ર તિવારી
5. નવી દિલ્હીથી શુભી સક્સેના
6. પટપડગંજથી રણજીત
7.લક્ષ્મી નગરથી વિજય પાલ સિંહ
8. નરેલાથી કન્હૈયા
9. સંગમ વિહારથી તજિન્દર સિંહ
10.સરદર બજારથી મનીષા
11.માલવીય નગરથી રામ નરેશ નિષાદ
12.તુગલકાબાદથી મંજૂર અલી
13.બદરપુરથી હર્ષિત ત્યાગી
14. ચાંદની ચોકથી સચિન ગુપ્તા
15. મટિયાલા મહેલથી મનોજ કશ્યપ
અઠાવલેએ નવી દિલ્હી સીટ પર કેજરીવાલ સામે આ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
ચૂંટણીમાં તમામની નજર નવી દિલ્હીની સીટ પર છે જ્યાંથી પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે. અઠાવલેની પાર્ટીએ અહીંથી મહિલા ઉમેદવાર શુભી સક્સેનાને ટિકિટ આપી છે. ભાજપે પ્રવેશ વર્માને ચૂંટણીમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે સંદીપ દીક્ષિત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર 5મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે જ્યારે મતગણતરી ત્રણ દિવસ પછી 8મી ફેબ્રુઆરીએ થશે.
ચૂંટણીમાં મુખ્ય મુકાબલો AAP, BJP અને કોંગ્રેસ વચ્ચે છે પરંતુ કેટલાક પ્રાદેશિક પક્ષો પણ અહીં પોતાની તાકાત અજમાવી રહ્યા છે. ડાબેરી પક્ષોએ છ બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો ટીએમસી અને શિવસેના યુબીટીએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. 5 ફેબ્રુઆરી 2025ના રોજ રાજધાનીની તમામ 70 બેઠકો પર મતદાન થશે. જ્યારે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે. દિલ્હીમાં સત્તાધારી પક્ષો AAP, BJP અને કોંગ્રેસ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.





















