શોધખોળ કરો
પાર્ટીમાંથી હાંકી કાઢ્યા પછી અખિલેશના કાકા રડ્યા, કહ્યું- હું સપાનો સંસ્થાપક સભ્ય છું, જુઓ video

ઈટાવા: હું સમાજવાદી પાર્ટીનો સભ્ય છું, હું સમાજવાદી પાર્ટીનો સંસ્થાપક સભ્ય છું... કંઈક આવી જ વાતો સોમવારે ઈટાવામાં સમાજવાદી પાર્ટીથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવેલા રામગોપાલ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. પોતાના ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર રામગોપાલ ભાવુક બન્યા હતા. તેમને કહ્યું કે મને ખૂબ તકલીફ પડી છે જ્યારે મારા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતો. મારે ક્યારેય મંત્રી બનવું નહોતું અને ન તો હું કોઈ ઈચ્છુ છું. પોતાના ભાઈ શિવપાલ યાદવ પર ભડાસ કાઢતા રામગોપાલે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને લઈને જોરદાર મનમાની થઈ રહી છે. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટીમાંથી ઘણા નેતાઓને ખોટી રીતે હાંકી કાઢવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી અખિલેશ યાદવના ચહેરા પર લડવામાં આવે. સપા અધ્યક્ષ અમારી માંગો માને કે અથવા ફરીથી અધિવેશન બોલાવે.. પાર્ટીને તેનાથી કોઈ નુકસાન થયું નથી. હાંકી કઢાયેલ તમામ પાર્ટી નેતાઓને પાછા બોલાવવામાં આવે. રામગોપાલે દાવો કર્યો છે કે, મેં લખ્યો સપાનું સંવિધાન, મેં સપાને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી. સપામાં થઈ રહેલા અંદરો અંદરના ઝઘડાના પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે, તેનાથી અખિલેશ યાદવ આખા દેશમાં એક મજબૂત નેતા તરીકે ઉભરીને સામે આવ્યા છે.
વધુ વાંચો





















