શોધખોળ કરો

Ration Card Rules: આ રાશન કાર્ડધારકોને આગામી મહિના પછી નહી મળે રાશન, તરત જ કરો આ કામ

કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે.

Ration Card Rules: કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે. તો તેની સાથે રાજ્ય સરકાર રાજ્યના નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ-અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજનાઓ લાવે છે. આ યોજનાઓ હેઠળ રાશન આપવામાં આવે છે.

તો અનેક યોજનાઓમાં મફતમાં સામાન આપવામાં આવે છે. ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન અને અન્ય ખાદ્ય ચીજો માટે રાશનકાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ મેળવવા માટે લોકોએ ચોક્કસ પાત્રતા  પૂર્ણ કરવા પડી છે. રાશનકાર્ડ બધા લોકો માટે બનતું નથી. સરકારના નવા નિયમ મુજબ કેટલાક રાશનકાર્ડ ધારકોને આવતા મહિનાથી મફત રાશન નહીં મળે. આ પાછળનું કારણ શું છે? ચાલો તમને જણાવીએ.

આ લોકોને મફત રાશન નહીં મળે

સરકારે હવે તમામ રાશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારકે 30 સપ્ટેમ્બર સુધી તેનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી. જેથી તે રાશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. વાસ્તવમાં, સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા છે. જેમણે કોઇ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો સ્થળ છોડી દીધું છે અથવા તો તેમનું મૃત્યું થઇ ગયું છે. તેથી જ સરકાર e-KYC દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકે છે. રાશનકાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઇ-કેવાયસી કરાવવું પડશે.

ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું?

જો તમે હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. પરંતુ તમે હજી પણ તે પૂર્ણ કરી શકો છો. તેના માટે જ્યાંથી સરકારી રાશનનું વિતરણ કરવામાં આવે છે. એ દુકાને જવું પડશે. આ પછી તમારે તમારી ફિંગરપ્રિન્ટ આપવી પડશે.

ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તમારી પાસેથી કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં. રાશનકાર્ડમાં જે લોકોના નામ નોંધાયેલા છે તે તમામ લોકોનું કેવાયસી હોવું જરૂરી છે. તમારી પાસે ઈ-કેવાયસી પ્રક્રિયા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે.

આ પણ વાંચોઃ

ફ્રીમાં ચોખા જ નહીં, હવે મળશે આ 9 વસ્તુઓ, રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાંખી આખી સ્કીમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

ABP Premium

વિડિઓઝ

BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ

Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Embed widget