શોધખોળ કરો
Advertisement
રવિશંકર પ્રસાદે અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલુ નિવેદનને પરત લીધું, કહ્યું-હું સંવેદનશીલ વ્યક્તિ છું
શનિવારે રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું હતું કે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવયવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલા પોતાના નિવેદનને પરત લીધું છે. શનિવારે રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું હતું કે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવયવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ, પત્રકાર પરિષદનો વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તેમ છતાંય મને દુ:ખ છે કે મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. તેથી હું મારું નિવેદન પરત લઉં છું. રવિશંકર પ્રસાદે શનિવારે પત્રકાર પરિષદમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને પૂરી રીતે ફગાવી દીધી હતી. તેઓએ અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ઇન્કાર કરતાં કહ્યુ કે, મારો ફિલ્મો સાથે લગાવ છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે. 2 ઓક્ટોબરે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. ફિલ્મ ઉદ્યોગના વિશેષજ્ઞે કહ્યુ છે કે નેશનલ હોલીડેના દિવસે ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે જ્યારે દેશમાં ઇકોનોમી થોડી સાઉન્ડ છે ત્યારે જ તો 120 કરોડ રૂપિયાનું રિટર્ન એક દિવસમાં આવી રહ્યું છે.Union Minister Ravi Shankar Prasad: Entire video of my media interaction is available on my social media. Yet I regret to note that one part of my statement has been completely twisted out of context. Being a sensitive person I withdraw my comment. https://t.co/AStYrcoE6v
— ANI (@ANI) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion