દેશની અર્થવ્યવસ્થા કોરોનાના ખતરાથી બહાર નીકળી, જીડીપી ગ્રૉથમાં આવશે તેજીઃ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે (વર્ષ 2020),ના માર્ચમાં RBIએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર આવી ગયો હતો.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI-Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરો નહી વધારવાનો ફેંસલો કર્યો છે. રેપો રેટ 4 ટકા પર, રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર રહ્યો છે. MPC એ પોતાનુ અકોમૉડેટિવ વલણ બરકરાર રાખ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે (વર્ષ 2020),ના માર્ચમાં RBIએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર આવી ગયો હતો.
આરબીઆઇએ રિયલ GDP ગ્રૉથ રેટનુ અનુમાન 9.5 ટકા પર બરકરાર રાખ્યુ છે. જોકે કેન્દ્રીય બેન્કે ફિસ્કલ ઇયર 2022ની ત્રીજી ત્રિમાસિક માટે GDP ગ્રૉથનુ અનુમાન પહેલાથી લગાવવામાં આવેલા અનુમાન 6.8 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી દીધો છે. આ ઉપરાંત આરબીઆઇના ફિસ્કલ ઇયર 2022ની ચોથી ત્રિમાસિક માટે GDP ગ્રૉથનુ અનુમાન 6.1 ટકાથી ઓછુ કરીને 6 ટકા કરી દેવામાં આવ્યુ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ અનુસાર ફિક્સલ ઇયર 2022 માટે છુટક મોંઘવારી દરનો જે લક્ષ્ય છે, તે 5.3 ટકા યથાવત છે.
RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામો જાહેર કર્યા છે અને નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે હવે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આની જાહેરાત કરી હતી.
શક્તિકાંત દાસે શું કહ્યું-
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક બજારોમાં કોવિડ-19 મહામારીને કારણે ઘણા પડકારો આવ્યા છે અને ભારત પણ ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં આરબીઆઈએ મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે કોરોના સામે લડવા માટે સારી સ્થિતિમાં છીએ.
આરબીઆઈએ અન્ય દરો પર શું કહ્યું-
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશમાં ખાનગી રોકાણને વેગ આપવાની જરૂર છે, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) અને બેંકના દરોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. દેશના કેટલાક ભાગોમાં કુદરતી આફતોના કારણે રાજ્યોમાંથી આવતી આવકને પણ અસર થઈ છે.
RBIએ GDP પર શું કહ્યું-
નાણાકીય વર્ષ 2022માં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહી શકે છે. આ સમયે પરિસ્થિતિને જોતા એમ કહી શકાય કે ભારતીય અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે અને દેશ પણ કોરોના સામે લડવા માટે સારી સ્થિતિમાં છે.
છેલ્લો પોલિસી દર ક્યારે બદલાયો હતો?-
ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020 ના રોજ નીતિ દરોમાં ફેરફાર કર્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં આઠ નાણાકીય નીતિ સમીક્ષાઓ કરવામાં આવી છે અને RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ વર્ષની છેલ્લી MPC મીટિંગમાં, RBI સામેના ઘણા પડકારોને દૂર કરવા માટે પગલાં લેવાનું દબાણ છે. અર્થતંત્રમાં તરલતા જાળવવાની જરૂરિયાતનું ધ્યાન રાખવું પડશે, ત્યારે ફુગાવાના દરમાં થતી વધઘટને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવા પડશે.
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે-
RBI જે દરે કોમર્શિયલ બેંકો અને અન્ય બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ ઓછો થવાનો અર્થ એ છે કે બેંકમાંથી તમામ પ્રકારની લોન સસ્તી થઈ જશે. આ તમારી ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ વધારો કરે છે. બેંકોને તેમના વતી RBIમાં જમા કરાયેલા નાણાં પર જે દરે વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. બેંકો પાસે જે વધારાની રોકડ છે તે રિઝર્વ બેંકમાં જમા છે. આના પર બેંકોને વ્યાજ પણ મળે છે.