શોધખોળ કરો

NRCને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- હિન્દુ શરણાર્થીઓને જવા નહીં દઈએ અને ઘૂસણખોરોને રહેવા નહીં દઈએ

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં એનસીઆર સેમિનારમાં સંબોદન કરતાં શાહે કહ્યું, કોઈ હિન્દુ શરણાર્થીને દેશમાંથી જવા નહીં દઈએ અને કોઈ ઘૂસણખોરને દેશમાં રહેવા નહીં દઈએ. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને એનઆરસીના નામે ગુમરાહ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો. એનઆરસીને લઈ સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું, આ મુદ્દે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસી લાગુ થશે તો લાખો હિન્દુ શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે પરંતુ આનાથી મોટું જૂઠ્ઠુ કોઈ નથી. કોઈપણ હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી શરણાર્થીઓને બહાર નહીં જવા દેવામાં આવશે. એનઆરસી પહેલા અમે સીએબીને લઈને આવીશું. જે બાદ આ શરણાર્થીઓને કાયમી નાગરિકતા આપવામાં આવશે.  એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવામાં આવે, વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. ટીએમસી સહિત ડાબેરીઓ અને કોંગ્રેસને નિશાન બનાવતાં શાહે કહ્યું, તમામને મોકો મળ્યો, એક મોકો ભાજપને આપો. અમેં બંગાળને સોનાનું બનાવી દઈશું. લોકસભામાં ભાજપને 18 સીટો આઆપી, વધારે સીટો મમતા દીદીને આપી પરંતુ 18 સીટની અસર છે કે હવે મૂર્તિ વિસર્જન માટે કોર્ટ નહીં જવું પડે. સરસ્વતી પૂજા રોકવાની કે રામનવમી પર પ્રતિબંધ લગાવવાની કોઈ હિંમત નહીં કરે. બીજેપીની સરકાર બનશે તો તમારા તહેવારો ખુલીને મનાવી શકશો. કલમ 370 રદ કરવાને લઈ તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કર્યું. શ્યામા પ્રસાદ મુખર્ડીએ બે પ્રધાન, બે નિશાન ન હોવા જોઈએ તેવો નારો આપ્યો હતો. શ્યામા પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં જેલમાં તેમનું શંકાસ્પદ મોત થયું હતું.  મોદીજીએ કલમ 370 ખતમ કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેમણે ‘જહાં હુઆ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ’ના નારા પણ લગાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget